કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખપદનો વિવાદઃ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ, પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્રના જૂથ વચ્ચે ઝપાઝપી
- સાત વર્ષે એસો.ની કુકમા ખાતે સભા વિવાદના પગલે અધૂરીઃ બન્ને જૂથના પ્રમુખપદના દાવા
ભુજ,ગુરૃવાર
સાતેક હજાર ટ્રક માલિકોને સાંકળી લેતા અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સએસોસીએશનના પ્રમુખ પદને લઈને આજે ભુજના કુકમા ગામે મળેલી બેઠકમાં બંને જૂાથો સામસામે આવી ગયા હતા.આ એસોસિએશનના સાત વર્ષાથી પ્રમુખપદે રહેલા નવઘણ આહિરના સમાર્થકોએ પુનઃ તેમને પ્રમુખપદે જાહેર કરી સમાર્થન આપતા જ પશ્વિમ કચ્છ એસો.ના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમાર્થકોએ વાંધો ઉપાડી તેમણે બ્રિજરાસિંહ જાડેજાનું સમાર્થન કરી પ્રમુખપદે જાહેરાત કરતા બંને જૂાથો સામસામે આવી ગયા હતા. એક જ એસોસિએશનના બબ્બે પ્રમુખનો વિવાદ તો ત્યારે વકર્યો જયારે બેઠકમાં હાજર અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સ્ટેજ પર પહોંચી ગયા અને પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર નવઘણ આહિરના હાથમાંથી માઈક ઝુંટવી લીધું. જેના પગલે બંને જૂાથોના સમાર્થકો સામ સામે આવી ગયા હતા. જો કે, પોલીસનો બંદોબસ્ત હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આમ, પૂર્વ રાજયમંત્રી વાસણ આહિરના પુત્ર નવઘણ આહિર અને અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના જૂાથો સામસામે આવી જતા રાજકીય મામલો ગરમાયો છે.
અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સએસોસીએશનના પ્રમુખ પદને લઈને ચાલતા વિવાદ વચ્ચે આજે કુકમા ખાતે બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પૂર્વ રાજયમંત્રીના પુત્ર અને કચ્છ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ નવઘણ આહિર પાસાથી માઈક છીનવી લેતા બબાલ થઈ હતી. કુકમા ખાતે એસો.ના હોદેદારો, ટ્રક માલિકોની બેઠક ઉગ્ર થવાના પહેલેાથી અણસાર હતા તે વચ્ચે બંને જૂાથો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં વિવાદના વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા હતા.
અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સએસોસીએશનનો વિવાદ છેલ્લા ઘણા સમયાથી આંતરિક રીતે ચાલી રહ્યો હતો તે વચ્ચે પ્રમુખ પદની ટર્મ પૂર્ણ થતાં અને પ્રમુખ પદ માટેની નવઘણ આહિરની જાહેરાત કરાતા તેની સામે પશ્વિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કરેલા આક્ષેપો અનુસાર, નવઘણ પ્રમુખ બન્યા બાદ ટ્રક માલિકોના ફોન ઉપાડતા નાથી, જનરલ સભા બોલાવતા નાથી, તાનાશાહી વલણ ચલાવી લેવાય નહિં. આજરોજ કુકમા ખાતે બેઠકમાં તેમણે ચૂંટાયેલા પદાિધકારીઓને હાજર રાખવા કહ્યું હતું. તે વચ્ચે આજરોજ વિવાદના અણસાર હતા તે મુજબ જ ડખ્ખો થયો હતો. બંને પક્ષના સમાર્થકો કુકમા ખાતે બેઠકમાં હાજર હતા. પ્રમુખ પદને લઈને બંને પક્ષના સમાર્થકો સામસામે આવી ગયા હતા. જો કે, સૃથળ પર પોલીસનો બંદોબસ્ત હોવાથી મામલો વધુ ગરમાતા અટકી ગયો હતો.
અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સએસોસીએશનના પ્રમુખ પદે નવઘણ આહિરને ચાલુ રાખવા તેમના સમાર્થકોએ નિર્ણય કર્યો હતો. તો બીજીતરફ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહના સમાર્થકોએ બ્રીજરાજસિંહ જાડેજાને આગળ કર્યા હતા. દરમિયાન, નવઘણ આહિરના ભાષણ દરમિયાન ધારાસભ્ય પ્રધ્યુમનસિંહએ તેમના હાથમાંથી માઈક ઝૂંટવી લેતા બંને જુાથોના સમાર્થકો સામસામે આવી ગયા હતા. મામલો તંગ બને એ પહેલા પધૃધર પોલીસે મામલો શાંત પડયો હતો. પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
ે પશ્વિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નવઘણ પ્રમુખ બન્યા બાદ ટ્રક માલિકોના ફોન ઉપાડતા નાથી, જનરલ સભા બોલાવતા નાથી, તાનાશાહી વલણ ચલાવી લેવાય નહિં. બીજીતરફ નવઘણ આહિરના કહેવા પ્રમાણે તેમના સમાર્થકોએ તેમને પ્રમુખપદે બેસાડયા છે. ૮૦ ટકા ટ્રક માલિકોનું તેમને સમાર્થન છે. જો કે, અર્જુનસિંહના જૂાથે બ્રિજરાજસિંહના નામની જાહેરાત કરી દીધી હતી.
અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનનું સંચાલન વર્ષોથી વાસણ આહિર જુાથ કરી રહ્યું છે. પૂર્વ મંત્રી વાસણ આહિર પછી છેલ્લા સાત વર્ષાથી તેમના પુત્ર નવઘણ આહિર અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખપદે હતાં. સાત વર્ષાથી તેમણે એસોસિએશનની મિટીંગ નહીં બોલાવ્યા મુદ્દે અંદરખાને કચવાટ હતો. બીજી તરફ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ચલાવે છે. અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ની આજે કુકમા ખાતે સભા યોજવામાં આવી હતી. આ સભામાં પ્રમુખપદે ફરી નવઘણ આહિરનું નામ જાહેર થતાં અને તેઓ ઉદ્દબોધન માટે આવતાં જ ખુદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે સ્ટેજ ઉપર જઈને માઈક છીનવવા પ્રયાસ કરતા ગરમાવો સર્જાયો હતો. સમગ્ર ઘટનાક્રમાથી લિગ્નાઈટ પરિવહનમાં કચ્છ ભાજપના જ બે નેતાઓના સંતાનોના પરિવારજનોના વર્ચસ્વનો મુદ્દો સપાટી ઉપર આવી ગયો છે. ચૂંટણી સમયે જ ભાજપના બે આગેવાનોના સંતાનોની આ લડાઈ કચ્છ ભાજપની ગાડીને કયા ગિયરમાં લઈ જશે? આવો સવાલો લોકોમાં ચર્ચાતો થયો છે.
બંને જૂથોએ પોતપોતાના પ્રમુખો જાહેર કર્યા
૭ વર્ષાથી પ્રમુખપદે રહેલા નવઘણ આહિરે ફરી પોતાને સમાર્થકો થકી અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પદે જાહેર કર્યા હતા તો બીજીતરફ અર્જુનસિંહના સમાર્થકોએ બ્રિજરાજસિંહને પ્રમુખપદે જાહેર કર્યા હતા. સોશ્યિમલ મીડિયામાં એક જ એસોસિએશનના બબ્બે પ્રમુખોને વાધામણી અપાતી હોવાના શુભેચ્છારૃપી મેસેજ વહેતા થયા હતા. આમ, બબ્બે પ્રમુખોને લઈને ટ્રક માલિકો અસંમજસમાં મુકાયા છે.