Get The App

ડ્રોન મારફતે જીવામૃત છંટકાવનો લાભ લેવા ખેડૂતોને કચ્છ કલેક્ટરનો અનુરોધ

- પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને

માધાપરના મોડેલ ફાર્મ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ડ્રોન નિર્દશન યોજાયું

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ડ્રોન મારફતે જીવામૃત છંટકાવનો લાભ લેવા ખેડૂતોને કચ્છ કલેક્ટરનો અનુરોધ 1 - image

ભુજ, બુધવાર 

ભુજ તાલુકાના માધાપર ગામે મોડલ ફાર્મ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અિધકારીની ઉપસિૃથતીમાં ડ્રોન નિર્દશન યોજવામાં આવ્યું હતું. પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને ડ્રોન મારફતે જીવામૃત છંટકાવનો લાભ લેવા ખેડૂતોને જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે.

માધાપર ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાઅને જિલ્લા વિકાસ અિધકારી એસ.કે.પ્રજાપતિએ ખેડૂત ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઇ ગોરસીયાની દેશી ગાય આાધારીત પ્રાકૃતિક ખેતીના ૯ એકરના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. મોડેલ ફાર્મ ખાતે ડ્રોનમારફત જીવામૃતનો છંટકાવ કરવા માટે નિર્દશન યોજવામાં આવ્યું હતું. આ મોડલ ફાર્મમાં ડ્રોન મારફત પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃતનો જામફળ, ટામેટા અને સરગવાના પાક ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સફળ ડ્રોન નિદર્શનનું આયોજન જિલ્લા ખેતીવાડી અિધકારી , કચ્છ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિર્દશનને નિહાળવા માટે ગામના ૩૦થી ૩૫ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતો ડ્રોન મારફતે જીવામૃતનો  છંટકાવ કરે તે બાબત ઉપર જિલ્લા કલેક્ટરએ ભાર મૂક્યો હતો.

માધાપર ખાતે આ  પ્રાકૃતિક કૃષિ મોડલ ફોર્મમાં રાઇ, સરગવો, ઘઉ, જામફળ, ટામેટા વગેરે પાકોમાં સંપૂર્ણ ડ્રીપ દ્વારા જીવામૃતનો  ઉપયોગ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર  દ્વારા જીવામૃત, ઘન જીવામૃત ખેડૂતો જાતે બનાવી પ્રાકૃતિક કૃષિ કરતા અન્ય જરૃરીયાતવાળા ખેડૂતોને વેચાણ કરે તે દિશામાં જાગૃતતાઆવે તેમ સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અિધકારીએ હાજર રહેલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ઝેરી રસાયણમુક્ત શાકભાજી, પેદાશો ઉગાડવા અપીલ કરી હતી.

આ મુલાકાત સમયે નાયબ ખેતી નિયામક (વિ.), મદદનીશ ખેતી નિયામકઓ, જિ.પં.કચેરી, મદદનીશ ખેતી નિયામક્, પેટા વિભાગ, ભુજ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, કચ્છ, બ્લોક ટેક્નોલોજી મેનેજર, ગ્રામસેવકઓ, આસી. ટેકનોલોજી મેનેજર વગેરે ખેડૂતો સાથે હાજર રહ્યા હતા. 


Google NewsGoogle News