Get The App

કચ્છમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, એક મહિનામાં ત્રીજી વખત ધરા ધ્રુજી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Earthquake



Kutch Earthquake: ગુજરાતના જિલ્લા કચ્છમાં સોમવારે (23 સપ્ટેમ્બર) સવારે રાપરથી 12 કિમી દૂર 3.3 તીવ્રતાની ભૂકંપ નોંધાયો હતો. ગુજરાતની ભૂકંપ સંશોધન સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ સવારે 10.05 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપના આંચકાના કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું નથી.

કચ્છમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપ સંશોધન સંસ્થા (ISR) ના ડેટા મુજબ, આ મહિનામાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા ચાર વખત અનુભવાયા છે. ગુજરાત ભૂકંપીય ગતિવિધિઓ માટે સંવેદનશીલ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર, આ પ્રદેશમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. આવી સ્થિતિમાં સોમવારે સવારે 10:05 કલાકે કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ જિલ્લામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાની માહિતી નથી.

આ પણ વાંચોઃ ગુજરાતના ત્રણ શહેરોને મુખ્યમંત્રીએ આપી મોટી ભેટ, રોડ-રસ્તા માટે ફાળવ્યા 255 કરોડ રૂપિયા

2001માં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

જીએસડીએમએ મુજબ, 2001નો કચ્છનો ભૂકંપ બે સદીઓથી વધુ સમયમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો અને ભારતમાં બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો. 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કચ્છના ભચાઉ પાસે હતું, જેણે સમગ્ર રાજ્યમાં વિનાશ સર્જ્યો હતો. તે ભૂકંપમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ નવરાત્રી માટે સુરત પોલીસનું જાહેરનામું: 12 વાગ્યા સુધી જ સ્પીકરને મંજૂરી, આ નિયમોનું પણ કરવું પડશે પાલન



Google NewsGoogle News