કુકમા અને નારણપર(રાવરી) ગામના દબાણો વહીવટી તંત્રએ તોડી પાડયા
- કુકમામાં એક ફ્ટ માર્કેટ અને અન્ય બે દબાણો તથા નારણપર (રાવરી) ખાતે ત્રણ હોટેલો એમ કુલ ૭૨૦૧ ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
ભુજ, ગુરૃવાર
ભુજ તાલુકાના કુકમા તાથા નારણપર (રાવરી) ગામે જાહેરમાર્ગાથી તદ્દન નજીક ખૂબ જ મોકાની જગ્યાએ સરકારી જમીન પર અલગ અલગ કુલ છ ઈસમો દ્વારા ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ ઈસમોને વહીવટીતંત્ર દ્વારા ધોરણસર જમીન મહેસૂલ કાયદા હેઠળ નોટીસ આપવામાં આવેલી હતી. તેમ છતાં આ ઈસમો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું.
જેાથી કલેક્ટર-કચ્છની સૂચના મુજબ નાયબ ક્લેક્ટર-ભુજના માર્ગદર્શન હેઠળ મામલતદાર-ભુજ(ગ્રામ્ય) તાથા તેમની ટીમ દ્વારા આ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તાથા પીજીવીસીએલનો સહયોગ લેવામાં આવ્યો હતો. કુકમા ખાતે પધૃધર પોલીસ તાથા નારણપર(રાવરી) ખાતે માનકુવા પોલીસ દ્વારા કાયદો વ્યવસૃથાની જાળવણી કરવામાં આવી હતી.સૃથાનિક કક્ષાએ કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નાથી. આ દબાણો પૈકી કુકમા ખાતે એક ફ્ટ માર્કેટ અને અન્ય બે દબાણો મળી કુલ ચો.મી. ૫૬૭૧ તાથા નારણપર (રાવરી) ખાતે ત્રણ હોટેલો એમ ત્રણ મળી કુલ ચો.મી. ૧૫૩૦ સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા. જેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમતઆશરે રૃ. ૧.૨૫ કરોડ જેટલી થાય છે. ભુજ તાલુકાની જાહેર જનતાને સરકારી જમીનો પર દબાણ ન કરવા તાથા જો સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો તાત્કાલિક કબ્જો છોડી દેવા જાહેર અપીલ વી.એચ.બારહટ, મામલતદાર ભુજ ગ્રામ્ય દ્વારા કરવામાં આવી છે.