ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો, ચિત્રોડમાં વૃદ્ધાને લાત મારી ઈજાઓ પહોંચાડી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો, ચિત્રોડમાં વૃદ્ધાને લાત મારી ઈજાઓ પહોંચાડી 1 - image


કંડલામાં યુવાન પર ૩ ઈસમોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી 

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં મારામારીનાં ત્રણ બનાવ સામે આવ્યા હતા. જેમાં ગાંધીધામનાં કંડલામાં નોકરી બાબતે બોલાચાલીનું મનદુઃખ રાખી ત્રણ ઈસમોએ યુવાનને ધોકા વડે ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી બાજુ ગાંધીધામનાં એફ સી આઈ રોડ પાસે યુવાન પર એક શખ્સે છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને હાથમાં છરી મારતા ઈજાઓ થઇ હતી. તેમજ રાપરનાં ચિત્રોડમાં એક શખ્સે અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી વૃદ્ધાને લાત મારી ઈજાઓ પહોંચાડી હતી.

ગાંધીધામનાં નવા કંડલામાં રહેતા આમીન ઇસ્માઇલ ભટીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, નોકરી બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી કબ્રરા ઉર્ફે મમુ હુશેન જીંગીયા, એઝાઝ આમદ છેર અને અકરમ સિધિક બુટા (રહે. ત્રણેય કંડલા ગાંધીધામ) સાથે મળી ફરિયાદીને ગાળો બોલી, ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીએ આ અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.તો બીજી બાજુ ગાંધીધામનાં ગોપાલપુરી ઝુંપડામાં રહેતા ત્વિક રમેશભાઈ પવારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિનોદ ભવરલાલ ચૌહાણ (રહે. એફ સી આઈ ગાંધીધામ) સાથે કારીગર બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી વિનોદે ગાંધીધામનાં એફ. સી. આઈ રોડ પાસે ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને હાથમાં છરી વાગતા ઈજાઓ પહોંચી હતી. તેમજ આરોપીએ ધોકા વડે ફરિયાદીનું મોબાઈલ ફોન તોડી નુકસાન પહોંચાડયો હતો. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તેમજ રાપરનાં ચિત્રોડમાં રહેતી રાધાબેન ખેતાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી હરેશભાઇ માદેવાભાઈ કોળી (રહે. ચિત્રોડ રાપર)એ ફરિયાદીને ગાળાગાળી કરી અને છાતીનાં ભાગે લાત મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ આ અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News