ખાવડાના હારૃનવાંઢમાં ગૌચરની જમીન પર વાડા બનાવવા મુદ્દે પિતા-પુત્રની હત્યા
- દિવાળીના સપરમાં દિવસે લોહિયાળ ધીંગાણુ ખેલાયું
ભુજ,શનિવાર
દિવાળીના સપરમાં દિવસે ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલ દિનારા ગામે જમીનના ઝઘડામાં પિતા અને પુત્રની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. આ કિસ્સામાં અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હુમલો કરનાર ત્રણ શખ્સો ફરાર થઈ ગયા જ્યારે ત્રણ ઘાયલ ઃ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો
પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરંભસિંઘના જણાવ્યા પ્રમાણે હારૃન વાંઢમાં ગૌચરની જમીન પર વાડા બનાવવા મુદ્દે લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું. પાંચ-છ ઈસમો તિક્ષ્ણ હિાથયારો સાથે પિતા-પુત્ર પર તૂટી પડયા હતા. જેમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ભીલાલ ઈસ્માઈલ સમા અને ઈશાક ભીલાલ નામના પિતા-પુત્રના મોત નિપજ્યા છે. સામા પક્ષે ત્રણ લોકો ઘાયલ થયા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા. ઘાયલોમાં દાઉદ જુમા, હકીમ રાયબ અને સોયબ રાયનો સમાવેશ થાય છે. જ્યારે હમીદ અબ્દ્રીમ, જુસબ દાઉદ અને રાયબ જુમા નાસી ગયા હતા. બનાવના પગલે પોલીસ કાફલો સૃથળ પર દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અિધક્ષક જે.એન.પંચાલના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોની ફરિયાદના આાધારે તપાસ શરૃ કરવામાં આવી છે.