Get The App

'ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ, ગુજરાત છોડી ભાગી જાય...'ગૌહત્યારાઓને ગૃહમંત્રીનો પડકાર

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
'ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ, ગુજરાત છોડી ભાગી જાય...'ગૌહત્યારાઓને ગૃહમંત્રીનો પડકાર 1 - image


Bhuj News | ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ અને આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ આપણે ઉભી કરવાની છે. ગૌ માતાની હત્યા આપણા રાજયની અંદર કયારે થાય નહીં ને એ પ્રકારની દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ  ગૌ- હત્યારાઓને પડકાર ફેંકયો હતો. ખાટકીઓ કલાકોમાં ભાગી જાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા એક પછી એક કોમ્બીંગ કરવી પડે ને  રેડ કરવી પડે. કડક પગલાં ભરજો પણ આ લોકોને છોડતા નહીં. ગૌ- હત્યારાને છોડવો એ પણ એક પાપ છે તેમ ખુલ્લા સ્ટેજ પરથી ગૃહમંત્રીએ પોલીસને ગંભીરતાથી કામ લેવા કહ્યું હતું.

ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બાર્ડ દ્વારા ભુજ ખાતે નવ નિર્મિત રૂ.19 કરોડના 144 મકાનોનું લોકાર્પણ કર્યુ હતું. ઉપરાંત,ગૃહ રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રૂપ -16 ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ  કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસ.ટી. ડેપો વર્કશોપનું ઇ- ખાતમુહૂર્ત કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગાયના જતન માટે કચ્છ પોલીસે ગૌ-શાળાનું નિર્માણ કરવાનું બીડું ઝડપતા અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે 'ગુરૂ જન સેતુ' યોજના શરૂ કરવા બદલ બોર્ર્ડર રેન્જ પોલીસને અભિનંદન  પાઠવી આ યોજનાના માધ્યમથી સરહદી મહિલાઓ પોલીસને સહયોગ આપીને કામગીરી કરશે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. તેમણે બોર્ડર રેન્જ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાની મહિલાઓને સરહદી ગામમાં અસામાજિક તત્વો દ્વારા થતી અયોગ્ય પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપીને તેમના આંખ, કાન તથા હાથ બની તમામ પ્રકારે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોકની કલમ લગાડી વ્યાજખોરોને જેલ હવાલે કરનાર કચ્છ પોલીસને  અભિનંદન પાઠવ્યા હતા. 

આ તકે પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનોનું ગૃહરાજ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પીએમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને ચેકનું વિતરણ તથા 'તેરા તુજ કો અર્પણ' અભિયાન હેઠળ 40 લાખના લૂંટ કેસમાં કબ્જે કરાયેલી મુદામાલની રકમ ભોગ બનનારને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે  સુપ્રત કરાઇ હતી. સ્વાગત પ્રવચન કરતા બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડિયાએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહર્ત તથા ગુરૂ-જન-સેતુ અભિયાનની રૂપરેખા આપી હતી. 

216 પોલીસ ક્વાર્ટર્સનું લોકાર્પણઃ

- ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.19 કરોડના ખર્ચે નવનિમિર્ત ૧૪૪ પોલીસ આવાસનું લોકાર્પણ

- ગાગોદર પોલીસ સ્ટેશન અને ભચાઉ ખાતેના કક્ષા-બીના 72 આવાસોનું  ઇ-લોકાર્પણ તથા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌ-શાળા અને અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત

- સરહદી રેન્જમાં સરહદ તથા મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા 'ગુરૂ-જન-સેતુ' યોજનાનો શુભારંભ

- વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાવવાના બદલે નાગરિકો પીએમ સ્વનિધી યોજનાનો લાભ લે

-  ભુજમાં વાણીયાવાડ  આદિનાથ જિનાલયની મુલાકાત લઈને મ.સા.ના આર્શીવાદ મેળવ્યા.

- દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

- વ્યાજખોરો સામે રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોક લગાવી દાખલારૂપ કામગીરી કરનાર કચ્છ જિલ્લા પોલીસને બિરદાવાઈ


Google NewsGoogle News