Get The App

શારીરિક આરોગ્યની જેમ માનસિક સ્વાસ્થય પ્રત્યે પણ જાગૃતિ જરૂરી

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
શારીરિક આરોગ્યની જેમ માનસિક સ્વાસ્થય પ્રત્યે પણ જાગૃતિ જરૂરી 1 - image


અદાણી મેડિકલ કોલેજ અને જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા મે-૨૦૨૪ માનસિક સ્વાસ્થય માસની ઉજવણી કરાશે

ભુજ: અદાણીમેડિકલ કોલેજ અને જી.કે.જનરલ હોસ્પિટલમાં મે ૨૦૨૪ માનસિક આરોગ્ય માસની ઉજવણીનો  દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવતા અદાણી હેલ્થ કેર ગુ્રપના હેડ ડો. પંકજદોશીએ શારીરિક આરોગ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત થવા અનુરોધ કર્યો હતો.

મેડિકલ કોલેજ ખાતે લેક્ચર હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકો માનસિક સ્વાસ્થય પ્રત્યે સજાગતાકેળવે તેવા હેતુસર ડો. દોશીએ  કહ્યું કે, લોકો સામાન્ય રીતે માનસિક રોગની સારવાર લેવાને બદલે છુપાવવાનો પ્રયત્ન કરે છે,પરંતુ જિંદગી ખુબજ કિંમતી છે. રોગ છુપાવવાનો બદલે કુટુંબને વાત કરવી અને તબીબની સલાહ લેવી જરૂરી બને છે. તેમણે તબીબોને પણ આ દિશામાં જાગૃતિ ફેલાવવા હાકલ કરી હતી.

મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ કહ્યું કે, ,માનસિક રોગની બાબતમાં કોઈ શું કહેશે એવી નકારાત્મક સોચને બદલે યોગ્ય સારવાર લેવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ડીન ડો. એ.એન.ઘોષ,ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સહિત જુદા જુદા વિભાગના હેડ, મનોચિકિત્સક વિદ્યાભ્યાસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં મનોચિકિત્સક વિભાગના હેડ મહેશ ટીલવાણીએ શાબ્દિક આવકાર આપ્યો હતો. મનોચિકિત્સક ડો. રિધ્ધિ ઠકકરે સ્વાગત કર્યું હતું અને ડ. કંગના દેસાઈએ સંચાલન કર્યું હતું. આ વિભાગના ડો. બંસિતા પટેલ અને હેતલબેન ગોહિલ સહિત સ્ટાફ  ઉજવણીને સફળ બનાવવા જહેમત લઈ રહ્યા છે.


Google NewsGoogle News