કચ્છમાં ઉતરાયણ પર્વની આનંદભેર ઉજવણીઃ પતંગ રસીકો ઝુમી ઉઠયા

- એ કાઈપો.. કાઈપો છે..ની બુમાબુમ વચ્ચે

- મકરસંક્રાતિ પર્વને લઇને લોકોએ બપોરે ઉંધીયુ-જલેબીની જયાફત માણી, સવારથી જ દુકાનો પર લાઇનો જોવા મળી

Updated: Jan 16th, 2023


Google NewsGoogle News
કચ્છમાં ઉતરાયણ પર્વની આનંદભેર ઉજવણીઃ પતંગ રસીકો ઝુમી ઉઠયા 1 - image

ભુજ,રવિવાર

સમગ્ર કચ્છમાં ઉત્તરાયણના તહેવારની ધામાધૂમાથી ઉજવણી કરવામાં આવી હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો સવારાથી જ પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા હતા અને ડિજેના તાલે પતંગરસીકો ઝુમી ઉઠયા હતા. રંગબેરંગી પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું. ઠેર-ઠેર 'કાઈપો છે'ની બૂમાબૂમ સંભળાઈ રહી હતી. ત્યારે નેત્રા તાથા આજુબાજુના ગામડાઓમાં પણ લોકો પતંગોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુંજબ મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની શનિવારે નેત્રા પંથકમાં પરંપરાગત ધામક આધ્યાત્મિક પરંપરાઓ તેમજ પતંગોત્સવના આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. જોકે, ચાલુવર્ષે પતંગોની ક્વાલેટી નબળી હોતા અને પવનની ગતિ તેજ હોવાથી આકાશ ઉપર તુટી જવાથી અનેક પતંગ રસિકોએ પૂરેપૂરો આનંદ ઉઠાવી શક્યા ન હતા. શનિવારની વહેલી સવારાથી જ ધાબા-અગાસીઓમાં યુવાધન અને બાળકો તાથા મહીલાઓ પતંગ-દોરી લઇને સજીધજીને ચડી ગયાં હતા. જોકે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તે વચ્ચે પતંગો ઉડાવવાનો લ્હાવો સૌ કોઇએ લીધો હતો. ઉતરાયણના દિવસ દરમ્યાન પવને પતંગ રસિકોને સાથ આપ્યો હતો. ઉતરાયણ પર્વ નિમિતે પતંગ રસિકો વહેલી સવારાથી ધાબા, અગાસી, છાપરા પર ચઢી ગયા હતાં અને પતંગ ઉડાડતાં આકાશ રંગબેરંગી ચાદરાથી ઢંકાયુ હોય તેવુ લાગતું હતુ. અસંખ્ય પતંગ રસિકોએ ઉતરાયણ પર્વની આગળની રાત્રી થી જ પોતાના ધાબા, અગાસી અને છાપરા પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દીધી હતી. ઉતરાયણના દિવસે ધાબાઓ પર નવા જુના ફિલ્મી ગીતો, ગરબા, ઉપરાંત આઇટમ અને ડીજે ગીતો સતત સાંભળવા મળતા હતા. રંગબેરંગી કપડાં સ્વેટરો પહેરીને તડકો પણ સૌએ માણ્યો હતો. બાળકો અને યુવાનો માથે કેપ, છત્રી, ચશ્મા, દૂરબીન, મુખોટા જાતજાતના ર્હોન-પિપૂડા વગેરેની મજા માણી હતી. કાપ્યો.. કાપ્યોની કિકિયારીઓ ગૂંજતી રહી હતી. મોટાભાગના વિસ્તારોમાં ડીજે સાઉન્ડોનો શોરબકોર અને વિવિાધ ફિલ્મોનાં ગીતો સતત વાગતાં રહ્યા હતા. તે સાથે ક્યાંક ડાન્સ અને ક્યાંક ગરબા પણ રમતા જોવા મળ્યા હતા. મકરસક્રાંતિ નિમિતે દાન પૂણ્યનો સમય હોવાથી લોકો ગાયને ઘાસ કૂતરાને શીરો તાથા અન્ય પશુઓને પણ ઘાસચારો ખવડાવતાં જોવા મળ્યા હતાં. ધાબા પર ઉંધીયુ જલેબીની જયાફત માણતા દ્રશ્યો પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા. ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ રવિવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થઇ હતી  આમ, ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે પણ બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહ્યા હતા. આ વખતે ઉત્તરાયણ શનિવારે અને વાસી ઉત્તરાયણ રવિવારે હોતા લોકોએ બે દિવસ પતંગ ચગાવવાનો લુત્ફ ઉઠાવ્યો હતો.


Google NewsGoogle News