ભુજના હનીટ્રેપ કેસમાં જયંતી ઠકકરની જામીન અરજી ફરી રદ
- અગાઉ હાઈકોર્ટ નકાર્યા પછી ભુજ કોર્ટમાં કરેલી જામીન અરજી મુખ્ય સુત્રધાર આશા ઘોરીએ પરત ખેંચી
ભુજ, સોમવાર
આદીપુરના ફાયનાન્સને બ્લેકમેઇલ કરીને દસ કરોડની ખંડણી માગવાના ચકચારી કેસમાં જયંતી ઠકકરની જામીન અરજી રદ થયા બાદ હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા પછી પરત ખેંચી હતી. કેસની ચાર્જસીટ મુકાયા ભુજની સેસન્સ કોર્ટમાં ફરી જામીન અરજી દાખલ કરતાં કોર્ટ ના મંજુર કરી છે. તો, આ કેસમાં જેનો મુખ્ય રોલ હતો. તે આશા ઘોરીની પણ હાઇ કોર્ટે જામીન અરજી રદ કર્યા બાદ ભુજની સેસન્સ કોર્ટે પુત્રના બહાના હેઠળ વચગાળાના જામીન માટે અરજી કરી અને પરત ખેંચી લીધી હતી.
આ આદિપુરના ફાયનાન્સર અનંતભાઇ ચમનલાલભાઇ ઠકકરે ભુજ બી ડિવિઝન પોલીસ માથકમાં આરોપી સુરતની આશા ઘોરી, ભુજના બિલ્ડર વિનય રેલોન ઉર્ફે લાલો અને જયંતી ઠકકર, મનિષ મહેતા, રમેશ જોષ, શંભુ જોષી, ખુશાલ ઉર્ફે લાલો સહિત ૮ શખ્સો સામે હનીટ્રેપમાં ફસાવી બ્લેક મેઇલ કરીને દસ કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વિનય રેલોન, આશા ઘોરી, જયંતી ઠકકર, ખુશાલ ઉર્ફે લાલો સહિતના આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધા બાદ વિનય રેલોનને જામીન મળ્યા હતા. જ્યારે આરોપી જયંતી ઠકકરે અગાઉ બીમારીના બહાને ભુજની કોર્ટમાં જામીન માગ્યા હતા. તે રદ થયા હતા. પછી આ કેસની તપાસ બાદ ચાર્જશીટ મુકાતાં આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીને પરત ખેંચી લીધા બાદ ભુજની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે ના મંજુર કરી છે. તો, આ કેસની મુખ્ય નાયીકા આશા ઘોરીની પણ હાઇકોર્ટે જામીન અરજી નકારતાં ભુજની સેસન્સ કોર્ટમાં પુત્રના નામે વચગાળાના જામીન માગ્યા બાદ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ આર.એસ.ગઢવી, તેમજ કે.પી.ગઢવી, વિનીત જી.ચૌધરી તેમજ સરકાર તરફે ડી.જી.પી. કે.સી.ગોસ્વામીએ દલીલો કરી હતી.