નખત્રાણા પંથકમાં અબોલ પશુઓ પર હિંસક હુમલાના બનાવો અટકાવવા જરૂરી
પોલીસ અત્યાચાર ગુજારનાર તત્વો સામે પગલા ભરે તે જરૂરી
નખત્રાણા: નખત્રાણા પંથકમાં અમુક વાડી વિસ્તારમાં ગૌવંશને ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવાના બનાવો સામાન્ય બની ગયા છે.પણ હવે રહેણાક વિસ્તારમાં પણ કેટલાક મનોવિકૃત અજાણ્યા તત્ત્વો દ્વારા ગૌવંશ પર એસિડ જેવાં જવનશીલ પ્રવાહી ફેંકીને , ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતાં ગૌ પ્રમીઓમાં નારાજગી જોવા મળી છે.
નખત્રાણા મધ્યે જાહેર માર્ગ પર એક ગૌવંશ ના પીઠ તેમજ પાછળ ના બંને પગ પર કોઈ જવનશીલ પ્રવાહી ફેંકવામાં આવતાં મૂંગા જીવ ની ચામડી ઉતરી ગઈ હોવાનું જણાતા સ્થાનિક ગૌ પ્રેમીઓને જાણ થતાં તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેટલાક ગૌપ્રેમી, જાણકારોના જણાવ્યા મુજબ,નખત્રાણા પંથક માં કેટલીક જગ્યાએ, પાક ના રક્ષણ માટે લોખંડના તાર - વાયર ના ફંદા મૂકવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત આવા કરુણ બનાવો બનતા હોય છે. પણ મોટા ભાગે આવા બનાવો બહાર આવતા નથી.
બાગાયતી ખેતી માટે જાણીતા ગામોની આસપાસના વિસ્તારમાં આવા બનાવો બનતા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉના સમયમાં કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર થી ઇજા, સ્ટીલ અથવા લોખંડના વાયર ના ફંદા તેમજ કેટલીક વખત ખેતર વાડીમાં ઘૂસેલા પશુઓ પાછળ વાહન દોડાવી દોડાવીને પશુઓને થકવી નાખવામાં આવતા હોવાનુ પણ જાણકારો જણાવી રહ્યા છે.
પોતાની માલ મિલકતનું રક્ષણ કરવું જરૂરી છે.પણ એટલી હદે પણ અમાનવીય ન બનીએ કે મૂંગા અને અબોલ પશુઓ નિ થ સહાય બની જાય અથવા મૃત્યુ પામે. એક બાજુ અબોલ મૂંગા પશુઓને મરણતોલ ફટકા મારીને ઇરાદાપૂર્વક રીતે ઇજા પહોંચાડવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક સેવા ભાવિ ગૌ પ્રેમી વ્યક્તિ ઓ દ્વારા વર્ષો થી મૂંગા પશુઓની ૨૪ કલાક મફત સારવાર કરીને માનવતા જ્વલંત રાખવામાં આવે છે.
કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારે તો તે બદલ ક્રતા અધિનિયમ ધારા(૧૯૬૦) અને ભારતીય દંડ સંહિતા કલમ ૪૨૯ હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પશુઓ પર અત્યાચાર ગુજારનારાઓ સામે પોલીસે પગલા લેવા જરૂરી છે.