મુંબઇથી ખરીદેલો ટેમ્પો મુંદરા લાવવાને બદલે ચાલક ચોરી કરી ફરાર
મોટી ભુજપુરના ટ્રાન્પોર્ટરે મુંદરા પોલીસ મથકે આરોપી સામે નોંધાવી ફરિયાદ
મોટી ભુજપુર ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા અશોકભાઇ નારાણભાઇ શેડા(ગઢવી)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનું કામ ખાવડા મધ્યે અદાણી ગ્રીન એનર્જી કંપનીમાં માલ પરિવહનનું કામ હોઇ મુંદરાની ઓફિસમાં ડ્રાઇવર તરીકે ત્રણ વ્યક્તિઓને રાખ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીએ મુંબઇના ડોગરી મધ્યે ગુજરાત ટ્રાન્સપોર્ટ સવસની ઓફિસના માલિક પાસેથી ૧૪ લાખ ૭૫ હજારમાં ત્રણ ટેમ્પોનો સોદો કર્યો હતો. જે ટેમ્પાઓ ફરિયાદીએ રાખેલા ડ્રાઇવરોને લેવા માટે મોકલ્યા હતા. જેમાં બે ડ્રાઇવરો ટેમ્પો લઇને મુંદરા ખાતે આવી ગયા હતા. જ્યારે ત્રીજો ડ્રાઇવર પ્રકાસ પ્રસાદ શ્રીરામ પ્રસાદ રહે ભક્તિનગર જિલ્લો દાર્જીલીંગ સીલ્લીધુડીવાળો ટેમ્પો મુંદરા લઇ આવવાને બદલે ટેપ્પો ચોરીને નાસી ગયો હતો. ડેમ્પોની ચોરી કરી જનાર ડ્રાઇવરના પિતા અને કાકાનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. તેઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારો ટેમ્પો તમને પરત મળી જશે તેવું જણાવ્યું હતું. પરંતુ ટેમ્પો પરત ન મળતાં આરોપી સામે મુંદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે