પ્રવાસીઓની સીઝન વચ્ચે કચ્છમાં ખાનગી વાહનોના ભાડામાં વધારો

- સહેલાણીઓના બજેટ ખોરવાયા

- બસથી લઈને ફોર વ્હીલર સુધીના વાહનોના ભાડા થયા અસહ્યઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો જવાબદાર હોવાનું ગણાવતા ધંધાર્થીઓ

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News
પ્રવાસીઓની સીઝન વચ્ચે કચ્છમાં ખાનગી વાહનોના ભાડામાં વધારો 1 - image

ભુજ, બુાધવાર

કોરોનાના કેસ ઘટતા બે વર્ષ બાદ કચ્છમાં પ્રવાસીઓની સીઝન ખીલી છે. રાજ્ય સહિત દેશ-વિદેશાથી સહેલાણીઓ કચ્છના પ્રવાસન સૃથળો સાથે સફેદ રણનો કુદરતી નજારો માણવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પ્રવાસન સૃથળોએ પ્રવાસીઓની ઘોડાપુર જોવા મળે છે. ત્યારે જ ખાનગી વાહનોના ભાડામાં વાધારો થતાં જિલ્લા માથક ભુજના શહેરી સહિત આસપાસના વિસ્તારોમાં લોકો છકડો રીક્ષામાં મુસાફરી કરતા હોવાથી હંગામી બસ સ્ટેશન સામે વહેલી સવારાથી છકડો રીક્ષાની લાઈનો લાગે છે. જ્યારે લાંબા પ્રવાસમાં ખાનગી વાહનોના બદલે એસટી બસમાં પ્રવાસ કરતા એસટી બસ સ્ટેશને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ અંગેની વધુ વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલો વાધારાના કારણે ખાનગી વાહનોના ભાડામાં પણ જબરદસ્ત વાધારો થયો છે. પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લીટરે રૃા. ૧૦૦ નજીક પહોંચી ગઈ હોઈ તેની આગ અન્ય ચીજવસ્તુઓની કિંમતમાં પણ જોવા મળી રહી છે. મોંઘવારીએ માઝા મૂકી હોઈ લોકો ત્રસ્ત થયા છે. એમાં પરિવહન પણ મોંઘું થતાં કચ્છ ફરવા આવેલા લોકોની ખુશીમાં કયાંકને કયાંક તેની અસર જોવા મળી રહી છે.

અત્રેે ઉલ્લેખનીય છે કચ્છ જિલ્લો પર્યટન ક્ષેત્રના હબ તરીકે ઉપસી રહ્યો છે. જેાથી હાલે રણોત્સવની સીઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ તરફ આવી રહ્યા છે. પ્રવાસીઓની સીઝનના ટાંકણે જ જિલ્લામાં ખાનગી બસોથી લઈ ફોર વ્હીલર સુાધીના ભાડામાં વાધારો થતા સહેલાણીઓના બજેટ રીતસરના ખોરવાઈ જવા પામ્યા છે. જો કે અમુક પ્રવાસીઓ લોકલ ખાનગી વાહનો ભાડે કરવાના બદલે એસટી બસની મુસાફરી કરવી યોગ્ય માને છે. જેાથી જિલ્લાના તમામ બસ સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. 


Google NewsGoogle News