Get The App

જિલ્લા મથક ભુજ સહિત કચ્છમાં ઓટો રીક્ષા ચાલકો મુશ્કેલીમાં

- દિવસ દરમિયાન માંડ ર૦૦થી ૩૦૦ રૃ. નીકળતા

- સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી માંગણી

Updated: Oct 12th, 2020


Google NewsGoogle News
જિલ્લા મથક ભુજ સહિત કચ્છમાં ઓટો રીક્ષા ચાલકો મુશ્કેલીમાં 1 - image

ભુજ,રવિવાર

જિલ્લા માથક ભુજમાં લગભગ પ૦ ટકા જેટલી ઓટો રીક્ષાઓ માર્ગ પર દોડે છે પરંતુ કોરોનાને કાબુમાં રાખવા લોકડાઉનની સિૃથતિ સર્જાતા રીક્ષા ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાલે અનલોક ૪ ચાલી રહ્યો છે ત્યારે ઓટોરીક્ષા ચાલકોની સિૃથતિમાં જાજો ફરક નાથી પડયો. એમા પણ ભાડેાથી રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને દિવસના રૃા.૧૦૦થી ૩૦૦ ભાડા પેટે આપીને તેના પર નભતા રીક્ષા ચાલકોને આવકના સાંસા પડી રહ્યા છે. કારણ કે, ભાડાની રકમ આપ્યા બદ પેટ્રોલના રૃપિયા ખર્ચ્યા પછી જે રૃપિયા બચે એમાં ઘર ખર્ચ ચલાવવાનું હોય છે. પણ કોરોનાના કહેર વચ્ચે આટલી રકમ ભાડા પેટે મળે એટલા પેસેન્જરો પણ દિવસ દરમિયાન નાથી મળતા. માસ દરમિયાન ઘણા દિવસો તો ભાડાના પણ રૃપિયા નાથી નીકળતા જેાથી ઘણા રીક્ષા ચાલકો જેઓ ભાડાની રીક્ષા ચલાવે છે તેઓએ ઓટો ચલાવવાનું બંધ કરી દેવુ પડયું છે.

આજ હાલત માલીકીના ઓટો રીક્ષા ચાલકોની છે. દિવસ દરમિયાન ર૦૦થી ૩૦૦ રૃા. મળે એમાંથી પેટ્રોલનો ખર્ચ પણ કાઢવાનો હોય છે. ઘણી વખત તો પેટ્રોલ ભરાવવા ઉાધારીમાં પૈસા લેવા પડતા હોવાનું અમુક રીક્ષા ચાલકો જણાવે છે. વધુમાં કહેવા મુજબ કોરોના સંક્રમણના કારણે ત્રણાથી વધુ પેસેન્જર બેસાડવાની મનાઈ છે આમ હાલના સમયમાં રીક્ષા ચાલકોની હાલત દયનીય બની ગઈ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કારણે માર્ચાથી શાળાઓ બંધ છે અને ક્યારે ખુલશે એ પણ હજુ નિશ્ચિત નાથી જેના કારણે આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. આવી કફોડી હાલતમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકાર દ્વારા રીક્ષા ચાલકો માટે ખાસ પેકેજ જાહેર કરાય તેવી માંગ ઉઠી રહી છે.


Google NewsGoogle News