Get The App

કચ્છની સુકીધરામાં દ્રાક્ષની મીઠી ખેતી કરી ખેડુતોએ બતાવ્યું પોતાની પાણી

- કચ્છમાં બાગાયતી ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધી : ગુજરાતમાં વગાડયો ડંકો

- રામપર(રોહા)ના કિસાને ૩૦ ટન વિક્રમી ઉત્પાદન મેળવી અન્ય ખેડુતોને ચીંધ્યો રાહ

Updated: Jan 5th, 2021


Google NewsGoogle News
કચ્છની સુકીધરામાં દ્રાક્ષની મીઠી ખેતી કરી ખેડુતોએ બતાવ્યું પોતાની પાણી 1 - image

આણંદપર(યક્ષ) , તા.૪

 કચ્છનો ખેડૂત ધારે તો પોતાની ધરતીમાંથી સોનુ ઉગાડી શકવાની ક્ષમતા ધરાવે છે. દુષ્કાળ, સુકી ધરતી તાથા પ્રાકૃતિક આપત્તીઓ વચ્ચે પણ જિલ્લાના કિસાનો બાગાયત ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે. કચ્છ જેવા સુકા મલકમાં  સફરજન, કાજુ, ડ્રેગન ફ્રુટ, કેળા, દાડમ, સંતરા, મોસંબી, સીતાફળ, ચીકુ, કેસર, તરબુચ,જામફળ જેવા ફળોની સફળ ખેતી બાદ હવે જિલ્લાના ખેડુતે આૃથાક પ્રયાસાથી ઠંડા પ્રદેશમાં થનારી દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવીને ગુજરાતમાં ડંકો વગાડયો છે.

નખત્રાણા તાલુકાના નાનાકડા ગામ એવા રામપર(રોહા)ના  બે કિસાનોએ પોતાનું પાણી બતાવ્યું છે.પ્રગતિશીલ ખેડુત તરીકે અનેક એવોર્ડ મેળવી ચુકેલા ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવની સોચ ધરાવતા ઈશ્વરભાઈ સાંખલા(પટેલ) બાગાયતી ખેતી કરીને અનેક પાકોમાં સફળતા મેળવ્યા પછી મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં થતી અંગુરની ખેતી જોઈને પોતાના વતન નખત્રાણા વિસ્તારમાં ખેતી કરી નવી ક્રાંતિ લાવી દિાધી છે. ગુજરાતમાં અંગુરની ખેતી સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક કે બે ખેડુત એક એકરમાં કરી રહ્યા છે. ત્યારે પાણી વગરના આ મુલકમાં ૮ એકરમાં વાવેતર કરીને વર્ષે ૨૫ થી ૩૦ ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ખેતી કરવી થોડી અઘરી છે પણ એકવાર હિંમતાથી વાવેતર થઈ ગયા પછી ઉત્પાદન આવે ત્યારે આ પાક સારી રીતે ખેડુતોને પોષાય એવો માની શકાય. જો રાજ્ય સરકાર દ્રાક્ષની ખેતીને દાડમ  જેમ સબસિડી અને રાહત આપે તો આ પાકમાં કચ્છમાં મબલખ ઉત્પાદન મેળવી શકાય એમ છે. જ્યારે કલ્પેશભાઈ સાંખલા કહે છે કે, નખત્રાણા અને અબડાસા તાલુકાની કાળીમાટીવાળી જમીન અંગુરની ખેતીને વધુ માફક આવે એમ છે.૧૦૦૦થી ૧૨૦૦ ટીડીએસ પાણી વધુ માફક આવી શકે છે. અંગુરના પાકને સેન્દ્રીય ખાતર જરૃરીયાત મુજબ કરવું ત્યાર પછી લેબ ટેસ્ટિંગમાં રિપોર્ટ મુજબ ખાતર મુકવામાં આવે છે. તેની સાથે રસાયણિક ખાતર દેવામાં આવે છે તે સાથે અમુક દવાઓ કચ્છમાં નાથી મળતી જેાથી મહારાષ્ટ્રાથી મંગાવવામાં આવે છે. હાલે આ ખેડુતોની સફળતાથી નખત્રાણાથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલા નાનકડા એવા રામપર(રોહા)ના પહેલા અને ફોટ મહાદેવ મંદિરે જતા માર્ગ પહેલા  બે ફાર્મ બગીચા અંગુરના આવેલા છે. જ્યાં ખેતી જોવા અને માર્ગદર્શન મેળવવા ખેડુતો અને તજજ્ઞા મોટી સંખ્યામાં લાઈનો લગાવી રહ્યા છે. 

દ્રાક્ષની ખેતીમાં ત્રીજા વર્ષે ફળ મળે છે.

અંગુરનું ફળ બે વર્ષ સુાધી સતત માવજત કર્યા પછી ત્રીજા વર્ષે મીઠા ફળ આપે છે. શરૃઆતમાં ડોયરેચ ઘાસ વાવી તેના ઉપર છ મહિના પછી કલમ બાંધવામાં આવે છે. મહારાષ્ટ્રના સોલાપુર વિસ્તારમાંથી ઘાસ લઈ આવવામાં આવે છે. સ્ટ્રકચર ઉભો કરી વેલને ઉપર ચડાવવમાં આવે છે જેને માંડવો કહેવાય છે. વેલને શેપ દેવા દોઢ વર્ષે જેટલો સમય લાગે છે ત્યારબાદ તેને માલ પકડવા માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્રીજા વર્ષે ઉત્પાદન મળતું થાય છે. 

એક એકર દિઠ ૯૫૦ છોડ ઉભા થાય

એક એકર દિઠ ૯૫૦ છોડ ઉભા કરવામાં આવે છે . અને એકર દિઠ ૧૦ થી ૧૫ ટન ઉત્પાદન મેળવી શકાય છે. હાલે રામપર(રોહા)માં ૭૦૦૦ હજારાથી વધુ છોડ છે. જે ઉત્પાદન આરામાથી કચ્છમાં વેંચાઈ જાય છે. દ્રાક્ષની આવક મહારાષ્ટ્રના નાસિક સોલાપુરાથી આવતી હોય છે  પણ અત્યારે કચ્છમાં દ્રાક્ષની આવક નજીવી હોવાથી હોલસેલ કરતા રિટેલમાં ભાવો સારા મળે છે. જેાથી કિસાનોને ખેતી કરવી પોષાય છે. એક કિલો બોકસ ૧૫૦ થસ ૧૭૦ના ભાવો મળી રહ્યા છે. કચ્છના તમામ ૧૦ તાલુકાઓમાં ખેડુતો માલ સપ્લાર્ય કરી રહ્યા છે. 


Google NewsGoogle News