માનકુવામાં પત્નીએ દારૃ માટે રૃપિયા ન આપતા પતિએ ઘરમાં આગ લગાડી
- લંડનની નાગરિકતા ધરાવતા અને છેલ્લા દસ વર્ષથી ઓસીઆઇ પર વતને આવેલા વંઠેલ પુત્રનું કારસ્તાન
- સોફાસેટ, ટીવી, એસી સહિતની સામગ્રીઓ બાળી નાંખી રૃપિયા ૮૫ હજારનું નુકસાન કર્યું
ભુજ, શુક્રવાર
માનકુવામાં દારૃની લતે ચડી ગયેલા યુવકને તેની પત્નીએ દારૃ માટે રૃપિયા ન આપતા પોતાના જ ઘરમાં આગ લગાડીને સોફાસેટ, ટીવી, એસી અને અન્ય સામગ્રીઓ બાળી નાખી રૃપિયા ૮૫ હજારનું નૂકશાન કરતાં વિાધવા માતાએ જ વંઠેલ પુત્ર વિરૃાધ માનકુવા પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી.
માનકુવા જુનાવાસમાં કાંધાવાડી ખાતે રહેતા ધનબાઇ વાલજીભાઇ કેરાઇ (ઉ.વ.૬૫)એ ફરિયાદમાં જણાવ્યું છે. કે, તેમના પતિનું પાંચ વર્ષ પૂર્વ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં નાનો પુત્ર દિનેશ (ઉ.વ.૪૦)ની નાગરીકતા યુ.કે.(લંડન)ની છે. જે છેલ્લા દશ વર્ષાથી ઓસીઆઇ પર ભારત આવી ગયો છે. અને તેણે આઠેક વર્ષ પહેલા મધ્ય પ્રદેશના સાલીની રમેશચંદ્ર ગોહેર સાથે લગ્ન કર્યા હતા. પુત્રને દારૃ પીવાની આદત પડી ગઇ હતી. અને લાંબા સમયાથી કોઇ કામ ધંધો કરતો ન હોવાથી વારંવાર તેની પત્ની સાલીની પાસેાથી દારૃના રૃપિયા માંગી ઘરમાં માથાકુટ કરતો હતો. દરમિયાન આ અંગે પુત્ર સામે મહિલા પોલીસ માથકે સાસુ વહુ ગયા હતા. પાછળ મંગળવારે બપોરાથી સાંજ દરમિયાન ફરિયાદી મહિલાના પુત્ર દિનેશ ઘરે હોઇ ઘરમાં આગ લગાડી દઇને ૪૦ હજારના સોફાસેટ, ૨૦ હજારનું ટીવી, એસીમાં ૫ હજારનું અને ઘરની દિવાલો, ઇલેકટ્રીક બોર્ડમાં આગના કારણે કુલે રૃપિયા ૮૫ હજારનું નૂકશાન કરી નાખતાં પુત્ર સામે માતાએ માનકુવા પોલીસે માથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધર છે.