ભુજમાં પરિવાર એક રૂમમાં સુતો હોવા છતાં બીજા ઓરડામાંથી 42 હજારની ચોરી
આર.ટી.ઓ. રીલોકેશન સાઇડમાં લાંબા સમયથી બંધ પડેલા મકાનના તાળા તૂટયા
ભુજના કેમ્પ એરિયામાં જનતાનગરીમાં રહેતા હાજી અઝીજ ખલીફાની ફરિયાદને ટાંકી બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું. કે, ચોરીનો બનાવ મંગળવારે રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી અને તેમનો પરિવાર એક રૂમમાં સુઇ ગયા હતા. અને બાજુના રૂમને કડી મારી હતી. દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યે ફરિયાદીની આંખ ખુલતાં બાજુનો રૂમ ખૂલ્લો જોવા મળ્યો હતો. કોઇ અજાણ્યા શખ્સ રૂમમાં પ્રવેશીને સામાન વેરવિખેર કરીને દિવાલ પરના કાચના સોકેશમાં રાખેલા ૨૫ હજારની કિંમતના સોનાના બુટીયા અને રોકડ રૂપિયા ૧૭ હજાર તથા બેન્કનો સહી કરેલો કોરો ચેકની ચોરી કરી ગયા હતા. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.તો બીજીતરફ આર.ટી.ઓ. રીલોકેશન સાઇડમાં એમ.ઇ.એસ સુધીના અઠાર મીટર લાંબા રોડ પર આવેલા એક મકાનના પણ તાળા તૂટયા હતા. જો કે, લાંબા સમયથી મકાન બંધ રહેતું હોઇ ઘરમાંથી શું ચોરાયું છે. તે હજુ સામે આવ્યું નથી સ્થાનિકોમાંથી મળતી વિગતો મકાન લાંબા સમયથી બંધ છે. જેના સવારે આગળ અને પાછળ બન્ને સાઇડના દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવને લઇ રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો.