ભુજમાં નવી શાક માર્કેટમાં શટર નાખી દેવાતા નોટિસ આપવામાં આવી
- અંતે શાકભાજીના કાછીયાઓ અંદર બેસશે કે કેમ?
- નવી શાકમાર્કેટમાં ગંદકી, હાથલારીઓ હટાવી સફાઈ કરાઈ
ભુજ, શુક્રવાર
ભુજમાં નવી શાકમાર્કેટમાં શાકભાજીના કાછીયાઓને બાંકડા ફાળવાયા છે. પરંતુ, ભુકંપ બાદ માર્કેટની અંદર કોઈ જ કાછીયા અંદર બેસીને વેપાર ધંધો કરતા નાથી.અને બહાર રોડ પર હાથલારીઓ પર શાકભાજીનો વેપાર કરી રહ્યા છે. જેને લઈ આજે ભુજ સુાધરાઈના ચીફ ઓફીસરે રૃબરુ મુલાકાત લીધી હતી. અને અંદરના ભાગે સફાઈ કરાવી હતી. જેમાં બાંકડા પર બાંધકામ કરી ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલા શટર દુર કરવા માટે નોટીશ આપવામાં આવી હતી.
ભુજ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં શાકભાજીના વેપારીઓ બહાર રોડ પર ઉભી વેપાર ધંધો કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યાઓ પણ ઉભી થતી હોય છે. ત્યારે ભુજની નવી શાકમાર્કેટમાં અંદાજે ચાલીસ જેટલા બાંકડા શાકભાજીના વેપારીઓને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ અંદાજે વીસેક વર્ષાથી કોઈપણ વેપારી નવી શાક માર્કેટમાં અંદર બેસીને વેપાર કરતો નાથી. એટલું ઓછું હોતા બાંકડા પર ગેરકાયદેસર રીતે પાકી દિવાલો ચણી દઈ શટર નાખી દેવામાં આવ્યા છે. અને આ બાંકડાનો ગોદામ તરીકે ઉપયોગ કરતા હોય છે ત્યારે બીજીબાજુ માર્કેટમાં અંદરના ભાગે હાથલારીઓની ભરમાર પણ જોવા મળી હતી. અને આખી માર્કેટ શાક બકાલાની ગંદકી થી ખદબદી રહી હતી.
ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસરે આજે નવી શાક માર્કેેટની મુલાકાત લીધી હતી ત્યારે અંદર પડેલી હાથલારીઓ જપ્ત કરવામાં આવી હતી. અને માર્કેટની અંદરની બાજુએ ગંદકીની સાફસફાઈ હાથ ધરી આખી માર્કેટ કલીન કરાવવામાં આવી હતી. અમુક બાંકડાઓ પર અનઅિધકૃત રીતે શટર નાખી પાકું બાંધકામ દેખાતા. આવા શટરો દુર કરવા માટે ત્રણ દિવસની મુદ્દત આપતી નોટીશ આપવામાં આવી છે. જો ત્રણ દિવસ સુાધીમાં આવા બાંધકામો દુર નહીં કરાય તો વેપારીઓના ખર્ચે અને જોખમે શટર દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નોટીશ આપવામાં આવી છે. આજની આ કાર્યવાહી મુજબ જો નવી શાક માર્કેટ ફરી ધમાધમતી થાય તો ટ્રાફીકની સમસ્યાનો આપોઆપ નિવારણ આવે તેમ છે. ચીફ ઓફિસરે શાક માર્કેટ બહારની બાજુએ પણ શાકભાજી વેંચતા દુકાનદારો અને હાથલારી પર થતા વેપારનું નિરીક્ષણ કરી ટ્રાફીકની સમસ્યા હળવી થાય તે દિશામાં પગલા લીધા છે. પરંતુ આની અમલવારી કેટલે અંશે થશે તે પણ મોટો પ્રશ્ન છે. કારણ કે, ઓલફ્રેડ હાઈસ્કુલ વાળી ફુટપાથ પર દબાણો હટાવાયા બાદ તેઓ ફરી થી ત્યાંજ ગોઠવાઈ ગયા છે અને ફરીથી આખી ફુટપાથ ગાયબ થઈ ગઈ છે. ત્યારે નવી શાકમાર્કેટ ફરીથી ધમાધમશે કે કેમ? તે આવનારો સમય જ બતાવશે.