અંજારમાં ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા કાચા મકાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો
અંજાર નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને જાગૃત કરાયા
ગાંધીધામ: રાજ્યભરમાં હાલમાં ચિંતાનો માહોલ સર્જનાર ચાંદીપુરા વાયરસનો પ્રવેશ કચ્છ જીલ્લામાં થઈ ચુક્યો છે, તેવા સમાચાર સાથે અંજાર નગરપાલિકાનું તંત્ર તેની સામે પ્રજાને રક્ષણ મળે તે માટે સાબદુ થઈ ચૂક્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. જેથી સમગ્ર કચ્છ વહીવટી તંત્ર અલર્ટ મોડ પર છે. ત્યારે અંજાર
નગરપાલિકા દ્વારા આરોગ્ય તંત્ર સાથે સંકલન કરીને વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે અને સલામતીના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને તેમના સાથી પદાધિકારીઓની ટીમે અંજારના આરોગ્ય વિભાગ સાથે વાતચિત કરી અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને રાજ્ય સરકારના આરોગ્ય તંત્રના કર્મચારીઓ સાથે મળીને અંજાર વિસ્તારમાં આવેલા કાચા મકાનો અને તેની આસપાસના વિસ્તારમાં ખાસ મેલેથીયોન દવાનો છંટકાવ અને ડસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.તેમજ ચાંદીપુરા વાયરસ સામે સલામતીના ભાગરૂપેની લોકોમાં જાગૃતા ફેલાવી અને સાવચેત રાખવા અંજાર નગરપાલિકા આયોજન કરવામાં આવશે.