મજૂરોના બાળકો સૂતા હતા તેવા ૧૨ ભૂંગા સળગાવી દીધાં અંજારમાં મજુરી પછી પૈસા ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરનું કારસ્તાન
- ખત્રી ચોક પાસે રહેતાં મજૂરો કામ કરવાની ના પાડતાં કૃત્ય, ૫૦થી વધુ ગરીબો મિનિટોમાં બેઘર બન્યાં
- પેટ્રોલિયમ પદાર્થ છાંટીને ભૂંગા સળગાવ્યાં પછી નાસી છૂટે તે પહેલાં જ રફીક કુંભાર નામના આરોપીને પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ઝડપ્યોઃ હત્યાના પ્રયાસની ફરિયાદ
ગાંધીધામ, તા. ૧૭
અંજારમાં ભૂંગાઓમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારને જીવતા સળગાવી નાખવાના ઇરાદે જલદ પદાર્થ છાટી ભૂંગાઓમાં આગ ચાપી દેવામાં આવી હતી. ઘરના નાના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે તમામની સામૂહિક હત્યા કરી નાખવાના ઇરાદે કરવામાં આવેલા કૃત્યમાં સદનસીબે લોકો પોતાના બાળકોને લઈ ઘરની બહાર નીકળી જતાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક સાથે ૧૨ ભૂંગા બળીને ખાખ થઈ જતાં ભૂંગાઓમાં રહેતા અંદાજિત ૫૦થી વાધુ લોકો બેઘર થઈ જતાં રસ્તા આવી જવાનો વારો આવ્યો છે. જોકે આ બનાવ બનતાની સાથે જ પોલીસે આરોપીની અટક કરી લીધી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, મજૂરી કરાવ્યા પછી મજૂરીની ઓછી રકમ પણ ન ચૂકવતાં રફીક કુંભારને શ્રમિકોએ કામ કરવાની ના પાડતાં ગુસ્સો આવતાં જઘન્ય અપરાધ આચર્યો હતો.
આ અંગે અંજાર પોલીસ માથકેાથી મળતી માહિતી મુજબ અંજારના ખત્રીચોક પાસે મોચી બજારમાં ભૂંગામાં રહેતા ૪૬ વર્ષીય બદ્રિલાલ ગંગારામ યાદવએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, આરોપી રફીક કુંભાર નામનો ઈસમ ફરિયાદી અને તેના આસપાસના ભૂંગાઓમાં રહેતા લોકોને મજૂરી કામે લઈ જતો હતો પરંતુ મજૂરીએ લઈ ગયા બાદ કામના રૃપિયા તે આપતો નહીં જેાથી ફરિયાદી અને તેની આસપાસના લોકોને આરોપી રફીકને મજૂરી આવવાની ના કહી દીધી હતી. જેાથી આરોપીએ તમામને જીવતા સળગાવી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રવિવારે સવારે તે ભૂંગા પાસે આવ્યો હતો. જે સમયે ભૂંગાઓમાં બાળકો સુતા હતા ત્યારે તેમામને જીવતા સળગાવી નાખવાના ઇરાદે પેટ્રોલિયમ - જલદ પદાર્થ ભૂંગાઓ પર છાંટી આગ ચાંપી દીધી હતી. જેની જાણ ફરિયાદી અને આસપાસના લોકોને થઈ જતાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને લઈ તેઓ બહાર દોડી ગયા હતા. આ બનાવમાં કોઈને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી ન હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ કાચા ભૂંગાઓ બળીને ખાખ થઈ ગયા હતા.
આગ લગતની સાથે જ અંજાર નગરપાલિકાનો સંપર્ક સાધવામાં આવતા ફાયર ટિમ ઘટના સૃથળે પહોચી આવી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ તમામ ભૂંગાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં પોલીસ તાત્કાલિક એકશનમાં આવી ગઈ હતી. અંજારના પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ જણાવ્યુ હતું કે, અલગ અલગ ટીમો આરોપીને પકડવા રવાના થઈ હતી. દરમિયાન રેલ્વે સ્ટેશન પાસે જ્યારે આરોપી પહોંચ્યો ત્યારે જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની વાધુ તપાસ હાથ ધરી છે.
આખો દિવસ મજૂરી કરાવી માત્ર રૃ. ૧૦૦ ચૂકવતો
આ બાનવનો ભોગ બનેલા પરિવાર સદસ્યોના આક્ષેપ મુજબ અહી તમામ લોકો છૂટક મજૂરી કરે છે અને રોજનું કમાઈ રોજનું ખાય છે, આરોપી રફીક છૂટક મજૂરી માટે અહીથી મજૂરોને લઈ જતો હતો અને નક્કી કર્યા મુજબની રકમ ન આપી માત્ર રૃ. ૧૦૦ જ આપતો હતો અને ધાકાધમકી પણ કરતો. જેાથી રફીકાથી કંટાળીને તેને ના પાડી દેવામાં આવી હતી. પરંતુ તેણે આપેલી ધમકી મુજબ ભૂંગાઓમાં આગ ચાપી તમામ લોકોને ઘર વિહોણા કરી નાખ્યા છે.