મુન્દ્રામાં રૂ. 100 કરોડની ગેરકાયદેસર માદક દવા જપ્ત
રાજકોટના નિકાસકારના બે કન્સાઈનમેન્ટ પશ્ચિમ આફ્રિકા જતાં હતાં
૬૮ લાખ જેટલી ગોળીઓ મળી ઃ દવાઓ જપ્ત કરી રાજકોટ, ગાંધીનગર, ગાંધીધામ ખાતે કસ્ટમ્સ વિભાગ દ્વારા સર્ચ કાર્યવાહી
ભુજ: મુન્દ્રા કસ્ટમ્સના એસઆઈઆઈબી (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા ૧૧૦ કરોડની કિંમતની માદક દ્રવાઓનો જથ્થો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. રાજકોટથી પશ્ચિમ આફ્રિકા જઈ રહેલાં નિકાસના બે કન્સાઈનમેન્ટ અટકાવીને કસ્ટમ્સ દ્વારા રાજકોટ, ગાંધીનગર અને ગાંધીનગર ખાતે પણ સર્ચ કાર્યવાહી શરૂ કરી છે.
ગુપ્ત માહિતીના આધારે, રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર માટે જવાના હતા, જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને અટકાવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જાહેર કરાયેલી વસ્તુ કન્ટેનરના આગળના છેડેથી મળી આવી હતી, ત્યારે વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ જેમાં 'ટ્રેમેકિંગ ૨૨૫ અને 'રોયલ-૨૨૫' એમ બંનેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ ૨૨૫ મિલિગ્રામ હોય છે. ન તો, સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન આશરે ૧૧૦ કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત સાથે ટ્રામાડોલની કુલ ૬૮ લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી જેને જપ્ત કરવામાં આવી છે.હાલમાં રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે સર્ચ ચાલી રહ્યું છે.
ટ્રામાડોલ, એક ઓપિઓઇડ દર્દની દવા છે, જે એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮ (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે. ટ્રામાડોલને ૨૦૧૮માં એનડીપીએસ એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવી હતી.
આઇએસઆઇએસના લડવૈયાઓએ લાંબા સમય સુધી જાગવા માટે તેનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ પછી ટ્રામાડોલે તાજેતરના સમયમાં ફાઇટર ડ્રગ તરીકે બદનામી મેળવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ કૃત્રિમ ઓપિઓઇડ દવા લોકપ્રિય છે અને નાઇજિરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા આ જપ્તી એ ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે કારણ કે તેને એનડીપીએસ એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.