Get The App

કેન્દ્રની ગ્રાન્ટનો દર્દીઓને કેટલો લાભ મળ્યોઃ સુખપર આરોગ્ય કેન્દ્રમાં તપાસ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
કેન્દ્રની ગ્રાન્ટનો દર્દીઓને કેટલો લાભ મળ્યોઃ સુખપર આરોગ્ય કેન્દ્રમાં તપાસ 1 - image


દિલ્હીથી આવેલી આરોગ્યની ટીમના સુખપરમાં દિવસભર ધામા

મિરજાપર સબ સેન્ટરમાં મમતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ ટી.બી.ના દર્દીઓને મળ્યાઃ તા. ૨૩ સુધી કચ્છમાં તપાસ અને સમીક્ષા

ભુજ: જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો લાભાર્થીઓને લાભ મળે છે કે કેમ ? તે જાણવા અને આરોગ્ય સુવિધાની સમીક્ષા માટે દિલ્હીથી ખાસ ટીમ કચ્છ પહોંચી છે. પાંચ દિવસ કચ્છમાં અલગ અલગ હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓ સાથે ચર્ચા કરશે. દિલ્હીથી કોમન રિન્યુ મિશનની ખાસ ટીમ પ્રથમ દિવસે માંડવીમાં ઉતરાણ કર્યા બાદ આજે ભુજ તાલુકાના મિરજાપર સબ સેન્ટરની મુલાકાત લીધા સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દિવસભર ધામા નાખ્યા હતા. દિલ્હીથી આવેલી ટીમે આરોગ્યકર્મીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. દર્દીઓના પણ અભિપ્રાયો જાણ્યા હતા. સુખપર બાદ કોડકી, રતીયા, માનકુવા, માધાપર ગામે પણ મુલાકાતે જવાની હોવાથી આ ગામોના સરકારી દવાખાનાઓમાં પુરતી તૈયારીઓ હતી પરંતુ દિલ્હીની ટીમે સુખપર પીએચસીમાં જ દિવસભર પુચ્છપરછ કરી હતી.

મિરજાપર સબ સેન્ટરમાં મમતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ ટી.બી.ના દર્દીઓને મળ્યાઃ તા. ૨૩ સુધી કચ્છમાં તપાસ અને સમીક્ષા

તબીબી ક્ષેત્રના રાષ્ટ્રીય મીશન, પ્રોજેકટમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ ટકા અને રાજય સરકાર દ્વારા ૪૦ ટકા ગ્રાન્ટ ફાળવાતી હોય છે. આ ગ્રાન્ટનો ખરા અર્થમાં વપરાશ થાય છે કે કેમ? તે અંગેની આંકડાકીય માહિતી મેળવવા માટે ટીમ દ્વારા કચ્છની જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ, સીએચસી, પીએચસી અને સબ સેન્ટરની મુલાકાત લેવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ ખર્ચ વધારે લેવાય છે કે કેમ ? તે અંગે પણ તપાસ કરશે. પાંચ દિવસ સુધી સમગ્ર બાબતોનું અવલોકન કર્યા બાદ સમીક્ષા રીપોર્ટ તૈયાર કરી કેન્દ્રીય આરોગ્ય વિભાગને સોંપાશે.

પ્રથમ દિવસે ટીમના સભ્યોએ માંડવીના રિસોર્ટમાં રોકાણ કર્યા બાદ માંડવી હોસ્પિટલ, ગઢશીશા સીએચસી, તલવાણા, ગુંદીયાળી પીએચસી અને ફરાદી તેમજ ભાડીયા સબ સેન્ટરની મુલાકાત લીધી હતી. આગામી ૨૩ તારીખ સુધી જિલ્લાની આરોગ્ય સુવિધાનો ૮ જણની ટીમ દ્વારા સર્વે કરાયા બાદ વડાપ્રધાન અને યુનિસેફ તેમજ રાજયના મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપાશે.

ત્યારે, આજરોજ આરોગ્ય વિભાગની ટીમ ભુજ તાલુકાના મીરજાપર ગામે ચાલતી મમતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ બાળક- માતાને કરાતા રસીકરણ અંગે પુચ્છા કરી હતી. ગામલોકોને મળ્યા હતા અને ખાસ તો ટીબીના દર્દીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી. મિરજાપર સબ સેન્ટરની મુલાકાત લીધા બાદ સુખપર પીએચસી ટીમ પહોંચી હતી જયાં એકાદ બે કલાક નહી પણ દિવસ આખો પસાર કર્યો હતો. ટીમના સભ્યોએ પીએચસીના સ્ટાફ પાસેથી ઉંડાણપૂર્વકની માહિતી મેળવી પૂછપરછ કરી હતી. ગામલોકોને પણ ટીમ મળી હતી અને દર્દીઓ સાથે પણ વાત કરી હતી. હોસ્પિટલના રજિસ્ટ્રરો પણ ચેક કર્યા હતા. સુચારૂ માહિતી મેળવી જરૂરી અભિપ્રાયો પણ રજુ કર્યા હતા. આસપાસના રતીયા, કોડકી, માનકુવા ઉપરાંત માધાપરમાં ટીમનું જવાનું નક્કી હતું પરંતુ દિલ્હીની ટીમે દિવસ સુખપરમાં પસાર કર્યો હતો. મોડી સાંજે માંડવી પરત ફર્યા બાદ આવતીકાલે ગુરૂવારે અંજાર, ગાંધીધામ તાલુકામાં અથવા તો માંડવી- મુંદરા તાલુકામાં સમીક્ષા અર્થે જશે. આજરોજ ભુજ બ્લોકમાં દિલ્હીની  ટીમે સમીક્ષા કરી હતી. જેના પગલે જિલ્લાભરના દવાખાનાઓમાં સર્તકતા જોવા મળી હતી. દિલ્હીથી આવેલી ટીમ સુખપર પીએચસી ખાતે જ ટીફીને મંગાવીને ભોજન કર્યું હતું.

કચ્છમાં આવેલી ટીમ

ડો. મનોહર અગનાની

ડો.અમોલ પાટીલ

ડો. એસ.સેલવારાજ

ડો. જયોતિરંજન સાહુ

ડો.તમન્ના શર્મા

તરૂણ બહેલ

હરદીપસિંગ

કલ્યાણી દત્તા


Google NewsGoogle News