39.9 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક
- દિવાળીના માહોલ વચ્ચે કચ્છમાં અનુભવાતી બેવડી ઋતુ
- લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો : વહેલી સવારે ઠંડક અને બપોરે ગરમીની અનુભૂતિ
ભુજ : કચ્છમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે ઠંડક અને બપોરના સમયે ગરમી અને બફારો વાતાવરણમાં અનુભવાઈ રહ્યો છે. ચારેય મથકોના તાપમાનમાં વધઘટ નોંધાયું હતું. ભુજ ૩૯.૯ ડિગ્રી સાથે રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં ૩૯.૧ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૬.ર ડિગ્રી અને નલિયામાં ૩૬ ડિગ્રીએ નોંધાયું હતું.
જિલ્લામાં ધીમે ધીમે દિવાળીના માહોલની જમાવટ થઈ રહી છે ત્યારે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે.ગઈકાલની તુલનાએ જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઉંચકાઈને ૪૦ ડિગ્રીની નજીક ૩૯.૯ ડિગ્રીએ પહોંચી જતાં બપોરના આકરો તાપ અનુભવાયો હતો. બફારો અનુભવાતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. પવનની ગતિ મંદ પડી જાં ગરમમી વધારે અનુવભાઈ હતી.
કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૩૯.૧ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૬.ર ડિગ્રી અને નલિયામાં ૩૬ ડિગ્રી નોંધાયું હતું. નલિયા સહિત ચારેય મથકોનો લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો. નલિયામાં ર૦.૬ ડિગ્રી નોંધાયું હતું. પરોઢીયે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.