કચ્છ યુનિ.ના કાયમી કુલપતિ તરીકે 'હમવતની' ડો. મોહન પટેલ
- આણંદની કોલેજના પ્રિન્સીપાલની કચ્છના કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ
ભુજ,મંગળવાર
કચ્છ યુનિવર્સિટીને આખરે કાયમી કુલપતિ મળ્યા છે. કાર્યકારી કુલપતિ પર નિર્ભર ચાલતી કચ્છ યુનિ.ને સંજોવસાત મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના સાંયરા ગામની વતની અને હાલમાં આણંદની કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. મોહન પટેલની નિમણુંક કચ્છ યુનિ.ના કાયમી કુલપતિ તરીકે કરવામાં આવી છે.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ ગત વર્ષે મે મહિનામાં પૂર્ણ થયો હતો. જો કે, તે સમયે સરકાર તરફાથી કોઈ નામ મળ્યું ન હોવાથી કચ્છ યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ પર નિર્ભર રહી હતી. રાજય સરકારની ઉપેક્ષાના કારણે કચ્છ યુનિ. કાયમી કુલપતિાથી વંચિત રહેતી આવી છે. તત્કાલીન કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાની મુદ્ત ગત વર્ષે મે મહિનાની ૪ મે ના પૂર્ણ થઈ હતી. નવા કુલપતિની નિમણુંક માટે યુનિ. દ્વારા ત્રણ સભ્યોની નિમણુંક કરી રાજય સરકારને મોકલવામાં આવ્યા હતા. પરંતુ, સરકાર દ્વારા કમિટીના ચેરમેનની નિમણુંક કરવામાં આવી ન હોવાથી કચ્છ યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ પર નિર્ભર રહી હતી. આખરે, કચ્છ યુનિ.ને નવા કાયમી કુલપતિ તરીકે આણંદના ડો. મોહન પટેલની નિમણુંક કરવામાં આવી છે. ડો. પટેલ મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના સાંયરા ગામની વતની છે. તેઓ એન.એસ. પટેલ આર્ટસ કોલેજના આણંદના પ્રિન્સીપાલ હતા.
ગત વર્ષે જ જાન્યુઆરી મહિનામાં નવા કુલપતિની પસંદગી માટે યુનિ. કક્ષાએ જાન્યુઆરી મહિનામાં સર્ચ કમિટીની રચના હાથ ધરવામાં આવી હતી. જો કે, કચ્છને કુલપતિ મળ્યા ન હતા અને વચગાળાની વ્યવસૃથા માટે રાજય સરકાર દ્વારા કાર્યકારી કુલપતિ તરીકે ડો. બકરાણીયાની પસંદગી થઈ હતી.
આખરે કચ્છ યુનિ.ને મૂળ કચ્છના કાયમી કુલપતિ મળી ચુકયા છે. જે આનંદના સમાચાર છે. છેલ્લા કેટલાય સમયાથી કાયમી કુલપતિ વગર ચાલતી કચ્છ યુનિ.ને કુલપતિ મળી ગયા છે. મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના સાંયરા ગામના વતની અને આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજના પ્રિન્સીપાલની રાજય સરકારે પસંદગી કરી છે.