કચ્છમાં ઘુડખર અભયારણ્યની માહિતી દર્શાવતા સાઈન બોર્ડ ગુમ થઈ ગયા!
- 1988મા વનતંત્રએ રણમાં લગાવેલાં
- વન વિભાગ પાસે વન્ય પ્રાણીઓનો સાચો આંકડો જ નથી
ભુજ,બુાધવાર
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતમાં અમિતાભ બચ્ચન કચ્છના જે ઘુડખરની વિશેષતા વર્ણવે છે એ ઘુડખર અભયાર્ણમાં વન્યપ્રાણીઓ અંગેની માહિતી દર્શાવતા બોર્ડ ગુમ થઈ જતા લોકોમાં તર્ક વિતર્ક ફેલાયા છે.
વાગડ વિસ્તારને સાંકળતા ઘુડખર અભયારણ્યમાં વન્ય પ્રાણીઓની વસતિ કેટલી છે તે અંગે વન તંત્ર કોઈ આંકડા જાહેર નાથી કરતું પરંતું છેક ૧૯૮૮માં વન્ય પ્રાણીઓની સંખ્યા દર્શાવતા બોર્ડ છેલ્લા કેટલાક સમયાથી ગુમ થઈ જતા લોકોમાં તર્ક વિતર્ક ફેલાયા છે.વનતંત્રની પ્રાણીઓની વસતિ ગણતરીની પોલ ન ખૂલી જાય તે માટે જૂની માહિતીવાળા બોર્ડ હટાવી દેવાયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.અગાઉ વાગડના રણમાં નીલગાય, ચિંકારા, ઝરખ, વરુ, સસલા, હરણ વગેરે પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં દેખાતા, પરંતું શિકાર પ્રવૃત્તિ ઉપર કોઈ અંકુશ ન હોવાથી કચ્છના અભયારણ્યોમાં હવે વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઝડપાથી ઘટાડો થઈ રહ્યો છે.દર વર્ષે વન્ય પ્રાણીઓની માવજત માટે વન તંત્ર લાખો રુપીયાનો ધૂમાડો કરે છે છતા વન્ય પ્રાણીઓની સંખ્યા ખૂબ ઝડપભેર ઘટી રહી છે તેનું એકમાત્ર કારણ શિકાર પ્રવૃત્તિ હોવા છતા શિકારીઓ સામે આકરા પગલા ેવાયા હોય તેવું લાંબા સમયાથી વાગડવાસીઓના ધ્યાનમાં ન આવતા વનતંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.