સરકારી જમીન કૌભાંડઃ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, સંજય શાહ બે દિવસના રિમાન્ડ ઉપર

- બિલ્ડર પાસેથી લાભ મેળવવા તત્કાલિન કલેકટરે સત્તાનો દુરૃપયોગ કર્યો હતો

- બીન ખેતી લાગુની જમીન સસ્તા ભાવે આપવા હુકમ કર્યો હતો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
સરકારી જમીન કૌભાંડઃ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, સંજય શાહ બે દિવસના રિમાન્ડ ઉપર 1 - image

ભુજ, શનિવાર

ભુજ શહેરમાં સરકારી જમીન કૌભાન્ડના મામલે સીઆઇડી ક્રાઇમે કચ્છના પૂર્વ કલેક્ટર અને ભુજના બિલ્ડરની ધરપકડ કર્યા બાદ બન્નેને રિમાન્ડની માગણી સાથે ભુજની સેસન્સ કોર્ટમાં રજુ કરતાં અદાલતે સોમવાર સુાધીના રિમાન્ડ મંજુર કર્યા છે. 

પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા ૨૦૦૩થી ૨૦૦૬ દરમિયાન કચ્છ કલેકટરના હોદા પર હતા. ત્યારે ભુજના સંજય છોટાલાલ શાહ નામના બિલ્ડરે ભુજના રેવેન્યુ સર્વે નંબર ૭૦૯ પૈકીની ૫ એકર ૩૮ ગુંઠા ખેતીની જમીનના માલિક વાસુદેવ રામદાસ ઠકકર અને કુંજલતાબેન માધુકર ઠકકર અને તેમના પાવરદાર રાજેશ પ્રેમજી ઠકકર પાસેાથી ખરીદી હતી. આ જમીનને અડીને આવેલી સરકારી ખરાબાની ૧.૩૮ એકર જમીન આવેલી હતી. જેને લાગુની જમીન તરીકે માગણી કરી હતી. જે સતાની રૃહે પૂર્વ કલેકટરે મંજુરી આપી ખરાબાની જમીન ચાર શરતો પૈકી એક શરતનો ભંગ કર્યો હતો. આ મામલે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય છોટુલાલ શાહની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કર્યા બાદ બંને આરોપીને સાત દિવસના રિમાન્ડની માગણી સાથે ભુજની કોર્ટમાં રજુ કરતાં જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી જતા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ કોર્ટે  મંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા.


Google NewsGoogle News