Get The App

ગાંધીધામ-કંડલા હાઈવે પર શ્રમિકોનો હોબાળો : પોલીસ પર પથ્થરમારો

- વતન જવાની જીદ સાથે પ૦૦થી વધુ શ્રમજીવીઓનું ટોળુ એકત્ર થઈ જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ

- તંત્ર દ્વારા બિહારની એક જ ટ્રેન રવાના કરાઈ બીજી માટે માત્ર આશ્વાસન અપાતું હોવાનો શ્રમજીવીઓનો આક્ષેપ

Updated: May 14th, 2020


Google NewsGoogle News
ગાંધીધામ-કંડલા હાઈવે પર શ્રમિકોનો હોબાળો : પોલીસ પર પથ્થરમારો 1 - image

ભુજ, બુધવાર

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં શ્રમીકોએ હોબાળો કરીને રસ્તા પર ચક્કાજામ કરતા દોડાધામ મચી જવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

હાલ લોકડાઉનની પરિસિૃથતીને લઈને શ્રમજીવીઓ પરેશાન બન્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસાથી મજુરોને તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસૃથા વતન મોકલવા માટે કરવામાં આવશે તેવું જણાવાયું છે. પરંતુ ટ્રેનની વ્યવસૃથા કરાતી નાથી. જેને લઈને આજે ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ૫૦૦ થી વધુ મજુરોના ટોળાએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહીં પોલીસ પર પથૃથરમારો કરતા મામલો વધુ તંગ બન્યો હતો.ઘટનાને લઈને પોલીસ વડા પરિક્ષીતા રાઠોડ સૃથળ પર પહોંચી ગયા હતા. એ ડીવીઝન, બી ડીવીઝન, કંડલા, આદિપુર, એલ.સી.બી., એસઓજી,  ટ્રાફીક પોલીસ ઘટના સૃથળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  પોલીસવડા પરિક્ષિતા રાઠોડના જણાવ્યા પ્રમાણે બિહારના શ્રમજીવીઓ તેઓ પાસે રજુઆત કરવા આવ્યા હતા. કચ્છાથી માત્ર એક જ ટ્રેન રવાના થઈ છે. બીજી ટ્રેન હજુ ગઈ નાથી ત્યારે તેની વ્યવસૃથા કરવા તેમજ ભોજનની વ્યવસૃથા કરવા જણાવ્યું હતું. મજુરોની રજુઆતને તંત્રએ ધ્યાનમાં લીધી છે અને ભોજનની વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને પોત-પોતાના ઘરોમાં ચાલ્યા ગયા હતા. 

ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા મજુરોએ કેટલાક વાહનોના કાચ પણ તોડી નાંખ્યા હતા. મજુરોના કહેવા મુજબ તેઓ પાસે વતન જવા માટે ટ્રેનની ટીકીટના રૃપિયા પણ લેવાયા છે. જે પરત આપવાની માગણી કરાઈ હતી. હાલ કામ ધંધા ન હોવાથી પરેશાની વેઠવી પડે છે. જવુ તો ક્યાં જવું તે? તે સવાલ છે. શ્રમજીવીઓને ટ્રેનનો કોઈ ચોક્કસ ટાઈમ અપાતો નાથી. પરિણામે રાત-દિવસ રેલ્વે સ્ટેશન નજીક બેસવું પડે છે. એટલું જ નહીં તંત્ર દ્વારા ભોજનની પણ વ્યવસૃથા ન કરાતા પરેશાન બનવું પડે છે. તેવો આક્ષેપ કરાયો છે. હાલ અ સમગ્ર મામલે આજે તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરીને વતન મજુરો પહોંચે તે માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગાંધીધામમાં જુદા-જુદા વિસ્તારોમાં કે જ્યાં શ્રમજીવીઓ રહે છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


Google NewsGoogle News