ભુજના ચકચારી જમીન કૌભાંડમાં પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ

- સીઆઇડી ક્રાઇમે પ્રદિપ શર્માને સાત દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યા

- સુનાવણી આજ પર મુકરર કરાઇ : ભુજના બિલ્ડરને આજે કોર્ટમાં રજુ કરાશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ભુજના ચકચારી જમીન કૌભાંડમાં પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ 1 - image

ભુજ,  શુક્રવાર 

ભુજની કરોડોની સરકારી જમીન કૌભાન્ડના કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને ભુજના જાણીતા બિલ્ડર સંજય શાહની ધરપકડ કર્યા બાદ ભુજની કોર્ટમાં પ્રદિપ શર્માના સાત દિવસના રિમાન્ડની માગણી સાથે રજુ કરાતાં અદાલતે કેસની સુનાવણી આવતી કાલ પર મુલતવી રાખવામાં આવી હતી. અને પ્રદિપ શર્માને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. જ્યારે ભુજના બિલ્ડરને આજે કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજુ કરવામાં આવશે.

ભુજ શહેરના મામલતદાર કલ્પનાબેન સુરસિંહ ગોંદિયાએ કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ નિરંકરનાથ શર્મા તાથા તત્કાલીન નિવાસી નાયબ કલેકટર અને ભુજના જાણીતા બિલ્ડર સંજય છોટાલાલ શાહ સામે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજ પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી સંજય શાહે ભુજના સર્વે નંબર ૭૦૯ જમીન એકર ૫.૩૮ ગુંઠાને લાગુ સરકારી ટ્રા.સ.નંબર ૮૭૦ પૈકીની એકર ૧.૩૮ ગુંઠાના જમીન ખરીદી હતી. જે જમીન રોડ ટચ હોઇ તેમજ રહેણાક જોનમાં આવતી હોઇ આ જમીનની બજાર કિંમત ઉંચી લાવવાના બદઇરાદે બીનખેતી પરવાનગી મેળવા અરજી કરી હતી. આ જમીન ૧૯ કરોડની થતી હોઇ તે માત્ર રૃપિયા ૬,૭૮,૬૮,૬૮૨ જમીનની કિંમતમાં મંજુર કરી દેવાઇ હતી. સરકારને આાથક નૂકશાન પહોંચાડવા સબબ ભુજના તત્કાલીન નિવાસી નાયબ કલેકટર અને કચ્છના પૂર્વ કલેકટર અને ભુજના બિલ્ડર સામે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજમાં ફરિયાદ નોંધાવી હતી. સીઆઇડીએ પૂર્વ કલેક્ટર અને ભુજના બિલ્ડરની ધરપકડ કર્યા બાદ પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માને ભુજની સેસન્સ કોર્ટમાં રજુ કરતાં પરંતુ કોર્ટનો સમય પુરો થતો હોઇ સુનાવણી આવતી કાલ પર મુલતવી રખાઇ છે. સીઆઇડી ક્રાઇમ દ્વરા ભુજના બિલ્ડરને શનિવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.


Google NewsGoogle News