નવરાત્રિ પૂર્વે કચ્છમાં કાળચક્ર માર્ગ અકસ્માતોમાં પાંચનાં મોત

- બિદડા પાસે બસનો દરવાજો ખોલી ઉતરવા જતાં પટકાયેલા આધેડનું મોત

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ પૂર્વે કચ્છમાં કાળચક્ર માર્ગ અકસ્માતોમાં પાંચનાં મોત 1 - image

ભુજ,ગાંધીધામ,તા.૧૪

નવરાત્રિના તહેવાર પૂર્વે જ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અકસ્માતના જુદા જુદા બનાવોમાં સગીરા સહિત પાંચના મોત નિપજયા છે. જયારે પતિ-પત્ની સહિત બે થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક પુલ પાસે આગળ જઈ રહેલા ટ્રેઇલરમાં આૃથડાયેલા ટેન્કર ચાલકનું મોત થયું હતું. તો જુના કટારિયા પાસે ૧૦ દિવસ પહેલા અજાણ્યા વાહનની ટક્કર લાગતાં ગંભીર ઇજા પામેલા છકડા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે સામખિયાળી પાસે ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ અંજાર તાલુકાના વરસામેડી ગામમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાન અને સાથે તેની પત્નીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. દરમિયાન માંડવી તાલુકાના જખણીયા ગામ પાસે બોલેરો જીપની અડફેટે બાઇક સવાર ૧૨ વર્ષની સગીરાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સહિત બે યુવકો ઘાયલ થયા હતા. તો, બીદડા ગામ પાસે બસમાંથી ઉતરતી વખતે છોટાઉદયપુરના મજૂરને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જખણીયા પાસે બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતા સગીરાનું મોત, કાકો- ભત્રીજો ઘવાયા ઃ અકસ્માતમાં ઈજાગ્રસ્ત છકડાચાલકનું મૃત્યુ

અંતરજાળ રહેતા ટ્રાન્સપોર્ટર  રામજીભાઇ હમીરભાઇ મ્યાત્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૧૨-૧૦ના રોજ તેમની ટ્રાન્સપોર્ટનો ટેન્કર ચાલક અજિતભાઇ સુલેમાનભાઈ મીર કંડલા કેસર ટમનલાથી ટેન્કર લોડ કરી ગાંધીધામ ઓફિસેાથી ભરૃચ ખાલી કરવા નીકળ્યો હતો. રાત્રે મોટી ચીરઇ પુલિયા પાસે તેણે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરી આગળ પાઇપ ભરેલા ટ્રેઇલર પાછળ આૃથડાવી દેતાં તેનું કેબિનમાં દબાઇ જતાં ગંભીર ઇજાને કારણે ઘટનાસૃથળે જ મોત નિપજ્યું હતું. 

તો જુના કટારિયા રહેતા જગદિશ મંગરાભાઇ ભરવાડે લાકડિયા પોલીસ માથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તા. ૪-૧૦ના રોજ તેમના મોટાભાઇ કરશન મંગરા ભરવાડ તેના મિત્ર રામજી વિભા કોલી સાથે બોડગ છકડો લઇ લાકડા ભરવા ગયા હતા. તેઓ સામખિયાળીથી જુના કટારિયા જતા રોડ પર એકતા હોટલ સામે પહોંચ્યા હતા ત્યારે પાછળાથી પુરપાટ આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમના છકડાને ટક્કર મારતાં છકડો પલટી ગયો હતો અને તેમના ભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સામખિયાળી લઇ જવાયા બાદ વાધુ સારવાર માટે આદિપુર ડિવાઇન લાઇફ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 

ભચાઉ તાલુકાના લાકડીયા ગામમાં રહેતા અનવરશા ઓસમાણશા ફકીરે ફરિયાદ કરતા જણાવ્યુ હતું કે, સામખિયાળી રેલ્વે સ્ટેશન સામે ઓવરબ્રિજ પાસે ટેન્કર નં જીજે ૦૯ એયુ ૮૧૮૭ ના ચાલાકે બાઈક નં જીજે ૧૨ એડી ૬૮૧૨ પર જતા ફરિયાદીના ભાઇ રહીમશાને હડફેટે લીધો હતો. જેમાં ફરિયાદીના ભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.  અંજારના વરસામેડી ગામમાં ગાયત્રી હોમ્સ સોસાયટીમાં રહેતા રમીઝ સલીમભાઇ સૈયદે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી બાઈકાથી પોતાની પત્ની સાથે જતો હતો, ત્યારે વરસામેડીમાં ઓાધવ ગ્રીન્સ સોસાયટીમાં કાર નં જીજે ૧૨ ડીએ ૧૬૭૬ના ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલાકને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ તેમની પત્ની આયશાને પગમાં ફ્રેક્ચર તેમજ છોલછામ જેવી ઈજાઓ પહોંચી હતી.

મુળ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામના અને મોટા આસંબીયામાં હિતેશભાઇ પટેલની વાડીમાં કામ કરતા ફરિયાદી રયજીભાઇ ચીમનભાઇ નાયક (ઉ.વ.૩૦) પોતાના કબજાની મોટર સાયકલાથી શુક્રવારે સાંજે છ વાગ્યે તેમના શેઠની તલવાણા ખાતે આવેલી વાડી પર ભત્રીજા ભાવેશ પ્રવિણભાઇ નાયક અને ભત્રીજી રેણુકા પ્રવિણભાઇ નાયક સાથે જઇ રહ્યા હતા. ત્યારે જખણીયા કંઢેરાઇ ચોકી પાસે સામેાથી આવતી બોલેરો જીપના ચાલકે તેમની બાઇકને ટકકર મારતાં બાઇકમાં સવાર ફરિયાદી અને તેમના ભત્રીજાને ઇજા પહોંચી હતી. જ્યારે ભત્રીજી રેણુકાબેન (ઉ.વ.૧૨)ને માથામાં ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. બોલેરો જીપનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. તો, બીજીતરફ મૂળ છોટા ઉદયપુરના હાલ બીદડા ગામે વાડીમાં કામ કરતા અરવિંદભાઇ બલુભાઇ નાયક (ઉ.વ.૪૫) શુક્રવારે સાંજે છોટા ઉદયપુરાથી બસમાં બીદડા આવ્યા ત્યારે બીદડા પાસે બસનો દરવાજો ખોલી ઉતરવા જતાં નીચે પડી ગયા હતા. જેને કારણે તેમને માથાના ભાગે ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 


Google NewsGoogle News