બેંગ્લોરના યુવક સાથે પાંચ ચીટરોએ કરી 11.09 લાખની ઠગાઇ આચરી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
બેંગ્લોરના યુવક સાથે પાંચ ચીટરોએ કરી 11.09 લાખની ઠગાઇ આચરી 1 - image


એક લાખના ચાર લાખ આપવાનું કહી 

ભુજમાં આરોપીની શોધખોડ કર્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યો છેતરપીંડીનો ગુનો

ભુજ: કર્ણાટક રાજ્યના નોર્થ બેંગ્લોરના યુવકને પાંચ ચીટરોએ એક લાખના ૪ લાખ આપવાની લાલચ આપી રૂપિયા ૧૧ લાખ ૯ હજાર પડાવી લેતાં આરોપીઓ વિરૂધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

કર્ણાટકના નોર્થ બેંગ્લોર ખાતે રહેતા અને વેબ ડેવલોપર તરીકે નોકરી કરતા સુહેલ જાબીર અહેમદ વારસી (ઉ.વ.૨૬)એ બી ડિવિઝન પોલીસ મથકે મનિષ પટેલ, સૌરભ પટેલ, ભાવેશ પટેલ અને એક અજાણ્યા શખ્સના મોબાઇલ નંબરો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવ ૨ જાન્યુઆરીથી ૨૦ જુલાઇ દરમિયાન બન્યો હતો. ફરિયાદીએ ફેસબુક પર માર્કેટ પ્લેસમાં મનિષ પટેલની યુઝર આઇડી પર એક લાખના ચાર લાખ તેવી જાહેરાત જોઇને ફરિયાદીએ મેસેજ કર્યા બાદ ફરિયાદી અને મનિષ વચ્ચે વાતચિત થઇ હતી. ત્યાર બાદ મનિષ પટેલના કહેવાથી ફરિયાદી ભુજ આવ્યો હતો. ત્યારે આરોપી મનિષ ફરિયાદીને ૫૦૦ના દરની બે નોટો ખરાઇ કરવા આપી અને ફરિયાદીનો વિશ્વાસ કેળવીને પ્રથમ ત્રણ લાખ બાદમાં બે લાખ લઇને ૨૦ લાખ આપવાનું કહીને ૫ લાખ મેળવી બેંગ્લોર ખાતે રૂપિયા મળી જવાનું કહીને. ત્યાર વધુ પાંચ લાખ માગી દસ લાખ તાત્કાલિક આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ રૂપિયા આપવાની ના  કહીને પાંચ લાખ પરત માંગ્યા હતા. બાદમાં આરોપી ફરિયાદીનો ફોન ઉપાડતો ન હતો. તે પછી આરોપી મનિષે ફરિયાદીને આરોપી સૌરભ પટેલના મોબાઇલ નંબર આપ્યા હતા. આરોપી સૌરભ પટેલ સાથે ફરિયાદી વાત કરતાં સૌરભ પટેલે કહ્યું હતું કે, તમે મને ૫ હજાર આપશો તો, હું બેંગ્લોર આવીશ તેવું કહેતા ફરિયાદીએ આરોપીને ૪૯ હજાર, ૪૯ હજાર અને ૧૫ હજાર રૂપિયા મોકલ્યા હતા. બાદમાં સૌરભે બે કલાકમાં તમે જણાવેલ સરનામે આવું છું કહ્યું હતું પણ આવ્યો નહીં અને પોલીસે મને પકડી લીધો છે. તેમ કહી તમારા રૂપિયા પોલીસના કબ્જામાં છે. છોડાવવા પડશે તેમ કહેતા ફરિયાદીએ આરોપી સૌરભને ૩ લાખ ૯ હજાર મોકલાવ્યા હતા. આરોપી સૌરભ ફરિયાદીને રૂપિયા આપવાની વાત કરતો હોઇ ફરિયાદીએ માર્કેટ પ્લસ પર સમીર પટેલ નામની યુઝર આડીમાં એક લાખના ચાર લાખ જાહેરાત જોઇને તેમાં આપેલા નંબર પર ફોન કરતાં સમીર પટેલે ભાવેશભાઇ પટેલનો નંબર આપ્યો હતો. ભાવેશભાઇ પટેલે ફરિયાદીને ત્રણ લાખ રૂપિયા લઇને ભુજ નીલકંઠ ભાવન પાસે બોલાવીને કારમાં બેસાડીને ભુજમાં અલગ અલગ જગ્યાએ ફરવીને ઝાંસી સર્કલ પાસે કાર ઉભી રાખીને સમીર પટેલને રૂપિયા આપી દેવાનું કહી સામેના રોડ પર વરના કાર પાસે જાઉ તમને રૂપિયા મળી જશે તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી રોડ ક્રોષ કરીને વરના ગાડી પાસે પહોંચે તે પહેલા વરના કાર સ્પીડમાં નીકળી ગઇ હતી. ફરિયાદીએ પરત ફરીને આરોપીઓની કાર પણ ચાલી ગઇ હતી. છેતરાયા બાદ ફરિયાદી ભુજના અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓને શોધ કર્યા બાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News