સિરક્રિક નજીક પાકિસ્તાની બોટ સાથે માછીમાર ઝડપાયો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સિરક્રિક નજીક પાકિસ્તાની બોટ સાથે માછીમાર ઝડપાયો 1 - image

ભુજ, બુધવાર

કચ્છના સંવેદનશીલ ગણાતા લખપતના કોટેશ્વર નજીકના સરક્રીક વિસ્તારમાંથી આજે એક પાકિસ્તાની બોટ સાથે ધૂસણખોર ઝડપાયો હોવાનું જાણવા મળે છે. બનાવના પગલે સુરક્ષા એજન્સીઓમાં દોડાધામ મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ હજુ ૨૩ સપ્ટેમ્બરના હરામીનાળા નજીક ૩૦ વર્ષીય મહેબુબ મોહમદ યુસુફ રહે. સીરાની જી.બદીનને એક બાજ પક્ષી સાથે ઝડપી પાડવાની ઘટના તાજી જ છે. ત્યા આજ વિસ્તારમાં આવેલા સરક્રીક વિસ્તારમાં એક પાકિસ્તાની બોટ સીમા સુરક્ષા દળના જવાનોના નજરે ચડતા, બોટને આંતરીને, તેમાં સવાર એક પાકિસ્તાની શખ્સને તાત્કાલીક ઝડપી પડાયો હતો આ શખ્સને બોટ સાથે કોટેશ્વર દરિયા કિનારે લાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

સુત્રોના કહેવા મુજબ આ પાકિસ્તાની પાસેાથી આઈકાર્ડ મળી આવ્યા છે. જે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે. આ બોટમાં અન્ય ઈસમો પણ સવાર હશે તો તે ક્યા ગયા તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીમા સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આ સમગ્ર મામલામાં પાકિસ્તાનીને સૃથાનિક પોલીસને સોપાયા બાદ વાધુ પૂછપરછ માટે ભુજના હરિપર રોડ સિૃથત જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે.

ઝડપાયેલ પાકિસ્તાની સિંઘના સુજાવલ જિલ્લાના શાહબંદરનો ૫૦ વર્ષિય મોહમદ ખમેશા સાદિક હોવાનું બહાર આવવા પામ્યું છે. હાલ આ શખ્સની ઉલટ તપાસ શરૃ કરાઈ છે. જો કે આ શખ્સ માછીમારી કરવા આવ્યો હતો તેવું રટણ કરી રહ્યો છે.


Google NewsGoogle News