For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભુજના હમીરસર તળાવમાં ફાયર સ્ટેશનના સાધનોનું પરીક્ષણ કરાયું

Updated: May 4th, 2024

ભુજના હમીરસર તળાવમાં ફાયર સ્ટેશનના સાધનોનું પરીક્ષણ કરાયું

સપ્તાહ પહેલા ફાયર સ્ટેશનને સાધનો ફાળવાયા હતા

ભુજ ફાયર સ્ટેશનને ફાળવાયેલ સાધનો વરસાદી ઋતુમાં આધુનિક સાધનો રેસ્ક્યુ માટે ઉપયોગી નિવડશે

ભુજ: ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા ભુજ નગર પાલિકા ડિસ્ટ્રીક્ટ ફાયર સ્ટેશનને આત્યાધુનિક વોટર રેસ્ક્યુના સાધનો ફાળવવામાં આવ્યા હતા.જે સાધનોના પરીક્ષણની કામગીરી આજરોજે હમીરસર તળાવમાં હાથ ધરવામાં આવી હતી. આ આત્યાધુનિક વોટર રેસ્ક્યુ સાધનો અગામી સમયમાં ઉપયોગી નિવડશે.

રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભુજ નગર પાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન, ફાયર અને ઈમરજન્સી સર્વિસીસની કચેરી ભુજને વોટર રેસ્ક્યુમાટેના આધુનિક સાધનોની ફાળવણી કરવામાં આી હતી. આ સાધનોમાં એચ.ડી.પી.ઈ.બોટ, બોટ ઈન્જીન, અન્ડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા, લાઈફ જેકેટ, લાઈફ રીંગ, રોપ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ, ટાવર લાઈટ, ટેન્ટ, સ્ટ્રેચર જેવા સાધનો ફાળવવામાં આવ્યા હતા. ભુજ શહેરમાં અવારનવાર વોટર રેસ્ક્યુની ઈમરજન્સી ઉભી થતી હોય છે. ત્યારે આવનારા સમયમાં આ આધુનિક સાધનો ઉપયોગી નિવડશે.

આજરોજે ભુજના હમીરસર તળાવમાં ફાયર સ્ટેશનને ફાળવાયેલા સાધનોનુ પરીક્ષણ યોજવામાં આવ્યું હતું સાથે સાથે ભુજ ફાયર સ્ટેશનના સ્ટાફની ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એક વ્યક્તિને તળાવમાં કુદકો લગાવી રેસ્ક્યુ ક્રાફ્ટને રિમોટ કંટ્રોલ વડે ઓપરેટ કરી અને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને નવા મળેલા સાધનોની કાર્યક્ષમતાની ચકાસણી સાથે સ્ટાફની ટ્રેઈનીંગ સફળતા પુર્વક કરવામાં આવી હતી.

ભુજ ફાયર સ્ટેશનના સચીન પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે ફ્લોટિંગ પંપ થી તળાવનું પાણી ફાયર વોટર પમ્પમાં ભરાય છે કે કેમ? તેનું તેમજ રેસ્ક્યુ બોટ અને ક્રાફ્ટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું અને તેના ઉપયોગ અંગે સ્ટાફને પણ માહિતી આપવામાં આવી હતી. આ સાધનો આવનારા સમયમાં વરસાદી સિઝનમાં માનવ જીંદગીને બચાવવા માટે ઉપયોગી નિવડશે. તે સિવાય અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા થકી ડુબેલા વ્યક્તિને કઈ રીતે શોધી શકાય તે અંગે પણ સ્ટાફને તાલિમ આપવામાં આવશે.


Gujarat