Get The App

આદિપુરમાં યુવાનો વચ્ચે ધિંગાણું, વાહનમાં આગ ચાંપી દેવાઈ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
આદિપુરમાં યુવાનો વચ્ચે ધિંગાણું, વાહનમાં આગ ચાંપી દેવાઈ 1 - image


પોલીસ પાસે કોઈ સત્તાવાર વિગત નહીં, જૂની અદાવતે ઝઘડો થયો હોવાની ચર્ચા 

ગાંધીધામ: આદિપુરના જુમાપીર ફાટક પાસે યુવાનોના બે જૂથ વચ્ચે સરાજાહેર મારમારીનો બનાવ બન્યો હતો. જેમાં એક પક્ષે બોલેરોમા નુકસાન પહોચાડયા બાદ સામા પક્ષે થાર ગાડીમાં આગ ચાંપી દીધી હતી. આ મારમારીના બનાવમા ૨ યુવાનોને ઇજાઓ પણ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. 

આ અંગે આદિપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આદિપુર જુમાપીર ફાટક પાસે આવેલી એક સોસાયટી પાસે આ બનાવ બપોરના અરસામાં બન્યો હતો. જેમાં જૂની અદાવતે એક જ જ્ઞાાતિના બે યુવાનોના જૂથે એક બીજા પર હુમલો કરી મૂક્યો હતો. જે બનાવમાં ૨ યુવાનોને ઇજા પહોચી હતી. તો એક પક્ષે બોલેરોમાં તોડફોડ કર્યા બાદ સામેના પક્ષે થાર કારમાં આગ ચાંપી દીધી હોવાનો બનાવ બન્યો હતો. જોકે આ બનાવ અંગે આદિપુર પોલીસ પાસે કોઈ સત્તાવાર વિગતો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવ બસ સોશ્યલ મીડિયામાં આગ લાગેલી કાર અને નુકસાન પામેલી બોલેરોના વિડિયો ફરતા થયા હતા.  



Google NewsGoogle News