ભુજના ફેરિયાઓએ નગરપાલિકા વિરૃધ્ધ એસ.પી.ને ફરિયાદ કરી
- વેન્ડિંગ ઝોનના શેડ ઉતારવાની કામગીરી કરાતાં રોષ
- શેડ હટાવવા માટે પાલિકા દ્વારા વારંવાર દબાણ થતું હોવાની રજૂઆતં
ભુજ, બુધવાર
ભુજના રીલાયન્સ મોલ સામે શેરી ફેરીયાઓ માટે હુન્નરશાળા નામની સંસૃથાએ વેન્ડીંગ ઝોન બનાવી આપવામાં આવ્યું હતું. જેમાં શેરી ફેરીયાઓ દ્વારા ખાણીપીણીની વસ્તુઓનું વેંચાણ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હોય છે. જે વેન્ડીંગ ઝોનના પતરાના શેડ નગરપાલીકા દ્વારા મોડીરાત્રે ૧૧ વાગ્યે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવતા રોષ ફેલાયો હતો. અને ફેરીયાઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા કામગીરી અધુરી મુકી દેવામાં આવી હતી.
શેરી ફેરીયા આૃધીનિયમ ર૦૧૪ અંતર્ગત ભુજમાં ટાઉન વેન્ડીંગ કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે.અને તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન મુજબ ભુજમાં ૧૬ જેટલા વેન્ડીંગ ઝોન ફાળવવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સ મોલની સામે પણ એક વેન્ડીંગ ઝોન જે મોડેલ વેન્ડીંગ ઝોન છે. જેમાં ૧૦ જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓ છે.
નગરપાલિકાના આંતરીક વિખવાદના કારણે શેરી ફેરીયાઓને તડકા અને વરસાદ થી બચવા માટે બનાવવામાં આવેલા પતરાના શેડ હટાવી લેવા માટે વારંવાર પાલિકા દ્વારા દબાણ ઉભું કરી માનસીક ત્રાસ અને આિાર્થક નુકશાન કરાતું હોવાનું જણાવાયું છે.જોવા જેવી વાત એ છે કે, સ્વૈચ્છીક સંસૃથા દ્વારા બનાવાયેલ આ વેન્ડીંગ ઝોનની પાયાવિાધી ખુદ ભુતપુર્વ નગરપતીના હસ્તે કરવામાં આવી હતી.ત્યારે નગરપાલિકા દ્વારા વેન્ડીંગઝોન બનાવનાર કંપનીને પણ નોટીશ આપવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા ગત માર્ચ મહિનામાં સુાધરાઈ તેમજ પોલીસ તંત્રને રજુઆત કરાઈ હતી. વેન્ડીંગઝોનના ધંધાર્થી વિમલસિંહ ચૌહાણે રજુઆત કરતા જણાવ્યું હતું કે, કાયદાથી વિપરીત જઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવી કામગીરીને અટકાવવા અને નગર પાલિકાના જવાબદાર આૃધીકારીઓ, પદાધીકારીઓ અને કર્મચારીઓ સામે ફરીયાદ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.