કચ્છમાં સવારે 9 વાગ્યે ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઈ
ભૂકંપનું કેન્દ્ર રાપરથી 19 કિ.મી. દૂર નોંધાયું
Earthquake tremors in Kutch : કચ્છમાં ફરી એકવાર ભૂકંપને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સવારે 9 વાગ્યાની આજુબાજુ 4.2ની તીવ્રતાએ ધરા ધ્રૂજી હતી. જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સમય લોકોનો કામ-ધંધે જવાનો હોવાથી અફરા-તફરી સર્જાઈ હતી. રાપરથી 19 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.