નશાની હેરાફેરીઃ જખૌની શિયાળ ક્રિક નજીક ચરસનું પેકેટ રેઢું મળ્યું

- જખૌથી કોટેશ્વર સુધી દરિયાઈ વિસ્તારમાં એજન્સીઓ દ્વારા સર્ચ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News

ભુજ, સોમવાર

અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં લાંબા સમય બાદ ચરસનું એક પેકેટ એજન્સીએ ઝડપી પાડતા ફરી તપાસની ગતિવિધી તેજ બનવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ સીમા સુરક્ષા દળ અને.આઈ.બીની ટીમે જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે શિયાળ ક્રીક નજીક એક શંકાસ્પદ ચરસનું પેકેટ મળી આવ્યો હતો. હાલ આ પેકેટ કઈ બ્રાન્ડનું છે. કયાની બનાવટ છે તે અંગેની જાણકારી મળી નાથી. આ બાબતે જખૌ પોલીસ માથકના પી.એસ.આઈ એચ.ટી. મજેઠીયાના જણાવ્યા પ્રમાણે હજુ સુાધી પોલીસને પેકેટ સોપાયું નાથી, જે સોપાયા બાદ વધુ હકીકતો બહાર આવવા પામશે. અગાઉ મળી આવેલ પેકેટ અફઘાન પ્રોડકટના હતા. એપ્રિલ ૨૦૨૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુાધી ૮૧ ચરસ અને ૧૦ પેકેટ હિરોઈનના મળી આવ્યા હતા. જેતે વખતે મોટાભાગના ડ્રગ્સ કુંડીબેટ, ખીદરત બેટ, શેખરણ ટાપુ પાસેાથી બિનવારસી મળી આવ્યા હતા.મોટાભાગનું ચરસ ૧ કિલોગ્રામનું હતું જે આજે ઝડપાયેલ પૈકીનું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સામેપારાથી ડ્રગ્સની હેરાફેરી દરમ્યાન સુરક્ષા  એજન્સીને જોતા દરિયામાં ડ્રગ્સના પેકેટ ફેંકી દેવાયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જોકે ચરસ પકડી પાડવાના બનાવમાં હજુ કોઈ શખ્સ પકડાયો નાથી. આજે બિનવારસી ચરસનું પેકેટ ઝડપી પાડયા બાદ દરિયાઈ એજન્સીઓ એલર્ટ બની છે. જખૌથી કોટેશ્વર સુાધીની ક્રીક વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ત્યારે એજન્સીઓના સર્ચ ઓપરેશન પછી વધુ પેકેટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News