Get The App

મુંદ્રા પોર્ટ પર અમદાવાદ DRIની મોટી કાર્યવાહી, 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર કર્યું જપ્ત

અધિકારીઓને કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
મુંદ્રા પોર્ટ પર અમદાવાદ DRIની મોટી કાર્યવાહી, 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર કર્યું જપ્ત 1 - image


Foreign Cigarettes seized from mundra port : મુંદ્રામાં DRI અમદાવાદ ઝોનલ યુનિટને એક મોટી સફળતા મળી છે જેમાં કન્ટેનરમાંથી દાણચોરી કરી આયાત કરવામાં આવેલો સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 16 કરોડ આંકવામાં આવી રહી છે.

અધિકારીઓએ કન્ટેનરને મુંદ્રા પોર્ટ પર અટકાવીને તપાસ કરી 

DRIએ મુંદ્રા પોર્ટ પર સપાટો બોલાવતા રેડીમેડ ગારમેન્ટના કન્ટેનરમાંથી દાણચોરીથી આયાત કરાયેલી 16 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. DRI અમદાવાદના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે કંબોડિયાના ફ્નોમ પેન્હ પોર્ટ પરથી મોકલેલ કન્ટેનરને મુંદ્રા પોર્ટ પર અટકાવીને તપાસ કરી હતી. જો કે અધિકારીઓએ રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં શંકાના આધારે વિગતવાર તપાસ કરી હતી જે દરમિયાન બોક્સમાંથી વિદેશી મૂળની 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 16 કરોડ આંકવામાં આવી રહી છે.

અગાઉ પણ દાણચોરીનો જથ્થો ઝડપાયો હતો

અધિકારીઓના જણાવ્યા અનુસાર કન્ટેનરમાં પહેલી રો રેડીમેઇડ ગારમેન્ટ્સની હતી જેની પાછળ તમામ બોક્સમાં વિદેશી મૂળની સિગારેટ ગોલ્ડ ફ્લેકસ હતી. ગોલ્ડ ફ્લેકસ બ્રાન્ડની સિગારેટના પાર્સલ પર મેડ ઇન તુર્કી અને મેડ ઇન ઇન્ડિયા છાપેલું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2022માં DRIએ દાણચોરી કરી ભારતમાં આયાત કરાયેલી 108 કરોડથી વધુના મૂલ્યની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News