Get The App

કચ્છના ૧૬.૪૫ લાખ મતદારોને ડોર ટુ ડોર મતદાર સ્લીપનું વિતરણ શરૃ

- બુથ શોધવું સરળઃ સ્લીપમાં પ્રથમવાર ગુગલ મેપ- QRકોડ

- મતદાન જાગૃતિના કાર્યક્રમો વચ્ચે મહત્તમ મતદાનનો લક્ષ્યાંક પાર પાડવા જરૃરી સ્લીપો પહોંચાડવા ૧૮૪૪ BLO કાર્યરત

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
કચ્છના ૧૬.૪૫ લાખ મતદારોને ડોર ટુ ડોર મતદાર સ્લીપનું વિતરણ શરૃ 1 - image

ભુજ,ગુરૃવાર

કચ્છ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસાથી કચ્છના ૧૬.૪૫ લાખ મતદારોનેડોર ટુ ડોર મતદાર સ્લીપનું વિતરણ શરૃ કરી દેવામાં આવ્યું છે. આ મતદાર સ્લીપની કામગીરી તા.૧ મે સુાધીમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે. કચ્છ જિલ્લામાં પુરૃષો ૮,૪૬,૭૧૪ અને સ્ત્રી ૭,૯૮,૬૨૯ મળીને કુલ ૧૬,૪૫,૩૬૪ મતદારો થવા પામે છે.

મતદારોને આ વખતે સૌ પ્રાથમ વાર ગુગલ મેપ- કયુઆર કોડવાળી મતદાર સ્લીપ આપવામાં આવી રહી છે. જેના થકી મતદારોને તેમના વિસ્તારોના મતદાન બુાથ શોધવામાં આસાની થશે. મતદારો સહેલાઈાથી મતદાન કરવા માટે મતદાન બુાથ ઉપર પહોંચી શકશે. કચ્છ લોકસભા બેઠકની આ ચૂંટણી માટે ૧૮૪૪ મતદાન માથકો તૈયાર કરાયા છે.  મતદારોને મતદાર સ્લીપ ૧૮૪૪ બીએલઓને કામે લગાડી દેવામાં આવેલ છે. 

કચ્છ બેઠક ઉપર આ વખતે મહિલા સંચાલિત મતદાન માથકોની સંખ્યા ૪૨ જયારે ૪૮૬ સેવા મતદાર માથકો, ભુજ મત વિભાગના મતદાન માથક ૧૭૪- ભુજ(૮૫) ઉપર ૨૫થી ૩૦ વર્ષના યુવા સ્ટાફ દ્વારા સંચાલન કરવામાં આવનાર છે. કચ્છ જિલ્લામાં કુલ ૧૮૪૪ મતદાન માથકો પૈકી ૯૨૪ મતદાન માથકોમાં વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ ટકા મતદાન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ, આગામી મે માસમાં ગરમીના પ્રકોપના કારણે મતદાનની ટકાવારી ઘટે તેવી શક્યતા નકારી શકાતી નાથી. જો કે, વહીવટી તંત્ર દ્વારા ગત વિાધાનસભાની ચૂંટણીમાં જયાં ઓછું મતદાન થયું હતું તેવા વિસ્તારોને કેન્દ્રમાં લેવામાં આવી રહ્યા છે. આવા વિસ્તારોની ખાસ યાદી બનાવીને આવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી વાધે તે માટે વિશેષ જોર લગાવાશે.

કચ્છ જિલ્લા ચૂંટણી અિધકારી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ કચ્છ બેઠક વિસ્તારમાં મતદાર જાગૃતિના કાર્યક્રમોને વેગ આપવામાં આવી રહ્યા છે. તેની સાથોસાથ ચુસ્ત આચારસંહિતાના અમલ માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. કચ્છ બેઠક ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ- કોંગ્રેસ, અપક્ષ સહિતનાઓ મળીને ૧૧ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.  કચ્છ બેઠકની ચૂંટણી ન્યાયી અને પારદર્શકતાથી યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કમર કસી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં ૧૬.૪૫ લાખ મતદારો તેમના મતાિધકારનો ઉપયોગ કરશે અને ૧૬૬૩૨ જેટલા અિધકારીઓ-કર્મચારીઓ ચૂંટણીની ફરજ નિભાવશે.


Google NewsGoogle News