૧૬૪ ટકા વરસાદ છતાં કચ્છમાં ઉનાળાના આરંભે પાણી સમસ્યાની ગરમી
- ભુજમાં સાતમાં દિવસે પણ પાણી ન આવતા પ્રજાજનો ત્રાહિમામઃ ડેમોમાં નહીવત્ જથ્થો અને નર્મદાનું પાણી બંધ થતાં ચિંતાજનક સ્થિતિના એંધાણ
- નેતાઓ, સત્તાધિશો ચૂંટણીમાં વ્યસ્તતાના નામે પ્રજા, ખેતીના પ્રાણ પ્રશ્નને નજરઅંદાજ કરી રહ્યાંની સ્થિતિ ચૂંટણીમાં વિરોધવંટોળ સર્જી શકે છે
ભુજ, સોમવાર
કચ્છના મુખ્ય માથક ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં અન્યાયની સાથોસાથ તંત્રની પાલિકા સ્તરની કામગીરીના અભાવે ઉનાળાના આરંભે જ જળસમસ્યા ઘેરી બની રહી છે. ત્રણ દિવસે પાણી મેળવતાં ભુજમાં નર્મદાની પાઈપલાઈન તૂટયા પછી સાત દિવસાથી પાણી મળ્યું નાથી. પ્રજાજનો ત્રાહિમામ છે અને નગરપાલિકા તંત્ર જાણે શિખાઉ હોય તેમ વર્તી રહ્યું છે. માધાપર પાસે નર્મદાની પાણીની પાઈપલાઈનમાં લિકેજ થવાથી ઘેરી જળસમસ્યા સર્જાઈ હોવાનું પૂર્વ કચ્છના સૂત્રો જણાવી રહ્યાં છે. પાણીની પાઈપલાઈન તૂટયા પછી ભુજમાં જળ સમસ્યાના આગોતરા એંધાણ છતાં પાલિકા અને જિલ્લા કલેક્ટર તંત્રના સત્તાિધશો અને નેતાઓ ચૂંટણી નગારાં વગાડી રહ્યાં હોય તેવી સિૃથતિ છે. આ પરિસિૃથતિમાં ભોગવવાનું તો પ્રજાજનોએ જ આવી રહ્યું હોય તેવા હાલહવાલ છે. આ વર્ષે કચ્છમાં ૧૬૪ ટકા જેવો વિક્રમી વરસાદ વરસવા સાથે કુદરત દિલ ખોલીને વરસ્યા પછી પણ નપાણિયા તંત્રના પાપે પ્રજા અત્યારે તો ટેન્કરના હવાલે આવી ગઈ છે. ઉનાળાના આરંભે જ કચ્છમાં પાણી સમસ્યાની ગરમી વ્યાપી રહી છે. વાસ્તવિક સિૃથતિ જોવા જઈએ તો, ભારે વરસાદ પછી લહેરાઈ ચૂકેલાં કચ્છના જળાશયોમાં માત્ર ૧૩ ટકા જળજથૃથો વધ્યો છે. જળ વ્યવસૃથાપનમાં તંત્ર હજુ પણ ઉણું ઉતરશે તો કચ્છમાં ઉનાળો કેમ પસાર કરવો તે સવાલ સર્જાઈ શકે છે. ઉનાળુ વાવેતર થઈ ચૂક્યાં છે અને નર્મદાના જળ મળવા અંગે પ્રશ્નાર્થ છે ત્યારે ઉનાળાના આવનારાં દિવસોમાં ભુજ અને કચ્છના રહીશો ઉપરાંત ખેડૂતો માટે ગંભીર જળકટોકટીનો વિચાર કંપાવી દે તેવો છે. મતદાનને હજુ ઘણો સમય બાકી છે અને જળસમસ્યા વિકરાળ ગતિએ કચ્છને અજગરભરડો લઈ રહી છે. આ સમસ્યાને નજરઅંદાજ કરીને નેતાઓ અને તંત્ર ઈટિંગ અને મીટિંગમાં વ્યસ્ત રહીને પ્રજા સાથે ચીટિંગ કરશે તો પાણી સમસ્યાનો ગરમીનો સામનો ચૂંટણીમાં પ્રજાના વિરોધવંટોળરૃપી ગરમીથી સહન કરવો ન પડે તો જ નવાઈ.