તારીખ પે તારીખઃ સમગ્ર ભુજને પાણી પહોંચતા વધુ ૨૪ કલાક વિતશે

- જ્યાં પાણી વિતરણ થયું તે ડહોળું હોવાની ફરિયાદો

- છતે પાણીએ તરસ્યા રહેવા જેવી હાલત

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
તારીખ પે તારીખઃ સમગ્ર ભુજને પાણી પહોંચતા વધુ ૨૪ કલાક વિતશે 1 - image

ભુજ,બુધવાર

કચ્છના પાટનગર ભુજ શહેરને પાણી પહોંચાડતી પાણીની મુખ્ય લાઈનમાં ભુજોડી પાસે ભંગાણ સર્જાયાના ૧૦ દિવસ બાદ પણ પરિસિૃથતી હજુ થાળે પડી નાથી. મંગળવારે શહેરના ૫૦ ટકા વિસ્તારોમાં પાણી વિતરણ કરાયાના પાલિકાના દાવા વચ્ચે આજે પણ ટેન્કરના ફેરા અવિરત રહ્યા હતા. હજુ આવતીકાલે સવાર સુાધીમાં શહેરના તમામ વિસ્તારોમાં પાણી પહોંચશે તેવા આશ્વાસન વચ્ચે એક નવી સમસ્યા એ સામે આવી છે કે, જે વિસ્તારોમાં પાણી વિતરણ થયું છે તે પૈકીના અમુક વિસ્તારોમાં પાણી ડહોળુ આવતું હોવાની ગૃહિણીઓએ ફરિયાદ કરી હતી. ભુજ શહેરના વોર્ડ નં.૧૧ ઉપરાંત ૩ અને ૪ માં પણ પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. બીજી એપ્રિલાથી સર્જાયેલા જળ સંકટે ભુજને બાનમાં લીધું છે આમ છતાં પાલિકાના સતાધીશો હજુય ફોન ઉપાડવાની તસ્દી લેતા નાથી.

ભુજોડી ઓવરબ્રીજ પાસે સમારકામની કામગીરી હાથ ધરાઈ જેમાં, અમૃત યોજનાની ૬૦૦ મીટરની લાઈનાથી ભુજ શહેર સુાધી પહોંચાડાયું છે. જેના પગલે ગત રોજ બપોરાથી શહેરના ૫૦ ટકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું શક્ય બન્યું છે. દરમિયાન જે વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે તે પૈકીના અમુક એરિયાઓમાંથી પાણી ડહોળુ પાણી આવતું હોવાની પણ રજુઆતો ઉઠી છે. હજુ પરિસિૃથતી થાળે પડતા આગામી ૨૪ કલાક લાગશે તેમ પાલિકાના સતાધીશો કહી રહ્યા છે. પરિણામે, આજે પણ પાણીના ટેન્કરના ફેરા ચાલુ રહ્યા હતા. 

ભુજોડી ઓવરબ્રિજ પાસે નગરપાલિકાની ૯૦૦ ડાયામીટરની ક્ષતિગ્રસ્ત લાઈનનું સમારકામ પૂર્ણતાને આરે પહોંચ્યું છે. આ ક્ષતિગ્રસ્ત લાઈનને કાપીને નવી લાઈન નાખવાનું નિર્ણય લેવાયો છે. નવી લાઈનને કનેકશન આપવાની કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ થયા બાદ નવી લાઈનમાંથી પાણી વિતરણ કરાશે એટલે ૨૪ કલાક બાદ ભુજ શહેરમાં રાબેતા મુજબ પાણી મળતું થશે. દરમિયાન, આજે ભુજ શહેરના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ ૩ અને ૪ ને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી વિતરણ ચાલુ કરી દેવાયાનું જણાવાયું હતું. અમુક વિસ્તારોમાં ઓવરહેડ અલગ હોવાથી વિતરણ અટક્યું છે. ગુરૃવારની સવારાથી રાબેતા મુજબ ભુજમાં પાણી મળતું થઈ જશે. 

ઉલ્લેખનિય છે કે, ભુજમાં જળ સંકટ સર્જાયાને ૮ દિવસનો લાંબો સમયગાળો વીત્યો છે. એકતરફ કાળઝાળ ગરમી બીજીતરફ તહેવારના દિવસો વચ્ચે શહેરવાસીઓને પારાવાર હાલાકી વેઠવી પડી. વળી, ટેન્કર મારફતે પણ વિતરણ વ્યવસૃથા જાળવવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહેતા પાણીના ટાંકા ઉપર પોલીસ બોલાવવી પડે એ કેટલી હદે શરમજનક ગણાય. પાલિકાના તંત્રના વાંકે સમગ્ર મામલે ધારાસભ્ય અને કલેક્ટરને પણ દરમિયાનગીરી કરવી પડી. 

મને ટેન્કર ન મળ્યું, બીજાને મળ્યું તેવી ફરિયાદો ટેન્કરવાળા સાથે ઝગડા, સોસાયટીમાં મનદુઃખ થયાં

ભુકંપ, કોરોના અને હાલની પાણી સમસ્યા લોકો વચ્ચે, શાસકો, નગરસેવકો અને એકબીજા વચ્ચે અવિશ્વાસ જેવો વૈમનસ્ય સર્જે છે. આને ટેન્કર મળ્યું, મને ન મળ્યું, બીજાને મળ્યું, તો ટેન્કરવાળા સાથે ઝગડા, આપસમાં કે સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે વર્ગ વિગ્રહ પેદા થયો છે.  સોશ્યિલ મીડિયા, વોટસએપમાં કોઈ શાસકોના વખાણ કરે તો લોકરોષનો ભોગ બની જાય છે. દરેક વ્યકિતના વિચાર અને દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. શેરીમાં ટેન્કર કે ટ્રેકટરનો અવાજ આવે એટલે લોકો રઘવાયા થઈને દોડે છે. આ ભયંકર પરિસિૃથતી તંત્રએ ઉભી કરી છે. ખાસ કરીને સમાજમાં એક પ્રકારનું વૈમનસ્ય સર્જાયું છે. લોકો પ્રાર્થના કરે છે કે લાઈનમાં જ પાણી આવી જાય. આમ, સોસાયટી, કોલોનીમાં લોકો અંદરોઅંદર- પાડોશીઓ ઝગડે છે.


Google NewsGoogle News