ભુજ શહેરમાં પાણીનો દુરૃપયોગ કરનારના કનેક્શન કાપી નખાશે

- હવે, પાણીનો બગાડ કર્યો છે તો ખેર નથી- પાલિકા

- પાણીનો વેડફાટ જોવા મળે તો ફોટોગ્રાફી સાથે રિપોર્ટ કરવા વોર્ડમેન- વાલ્વમેનોને સુચના આપતો પરિપત્ર

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ભુજ શહેરમાં પાણીનો દુરૃપયોગ કરનારના કનેક્શન કાપી નખાશે 1 - image

ભુજ,શુક્રવાર

ભુજ શહેરની સોસાયટી કોલોની વિસ્તારમાં પાણીનો વેડફાટ કર્યો તો ખેર નાથી. જો આવું પાલિકાની નજરે પડશે તો પાણીના કનેકશન જ કાપી નખાશે. આજે ભુજ નગરપાલિકાએ ખાસ પરિપત્ર બહાર પાડીને વોર્ડમેન- વાલ્વમેનોને સુચના આપી છે કે જો પાણી વેડફાટ કોઈ કરે તો ફોટોગ્રાફી સાથે પાલિકાને જાણ કરે.

ભુજમાં સર્જાયેલા જળ સંકટ બાદ પાણી વિતરણ બાદ હવે પાણી વેડફાટની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે, આજરોજ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે પરિપત્ર બહાર પાડીને પાણીનો વેડફાટ કરનારના કનેકશન જ કાપી દેવાની ચિમકી આપી છે. 

પરિપત્રમાં વાલ્વ મેન અને વોર્ડમેનોને સુચના આપવામાં આવી છે કે, ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરોના ખાનગી ટાંકાના વાલ્વ લિંક હોવાથી  પાણીનો દુરૃપયોગ થાય છે. રોડ પર પાણીનો વેડફાટ જોવા મળે છે. શેરીઓમાં પાણી વહી રહ્યા છે. ત્યારે, દરેક વોર્ડ મેન અને વાલ્વ મેનોને જો શેરી કે ઘરની બહાર પાણીનો વેડફાટ દેખાય તો ફોટોગ્રાફી સાથે રિપોર્ટ કરે. ત્યારબાદ પાણીનો વેડફાટ કરનારના પાણીના કનેકશન જ કાપી દેવાશે.


Google NewsGoogle News