નલિયામાં શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ: લઘુતમ ૯.૮ ડિગ્રી
- ન્યુનત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત
- ભુજમાં ૧૫ અને કંડલામાં ૧૭.૯ ડિગ્રી: સવારે શાળાએ જતાં બાળકોની હાલત દયનીય
ભુજ,બુધવાર
કચ્છમાં લઘુતમ તાપમાનમાં ઘટાડાનો દોર યાથાવત રહેવા પામ્યો છે. નલિયામાં ચાલુ વર્ષે શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. નલિયામાં અડાધા ડિગ્રીના ઘટાડા સાથે ન્યુનતમ તાપમાન સિંગલ ડિઝીટ ૯.૮ ડિગ્રી સે. નોંધાયું હતું. ભુજમાં ૧૫ ડિગ્રી અને કંડલામાં ૧૭.૯ ડિગ્રી નોંધાયું હતું.
પહાડી રાજ્યોમાં થતી બરફ વર્ષાની અસર હેઠળ જિલ્લામાં ઠંડીનું જોર વાધવા પામ્યું છે. નલિયામાં ૯.૮ ડિગ્રી સે. નોંધાતા ઠંડીએ તીવ્ર જોર પકડયું છે. રાજ્યનું સૌથી ઠંડુ માથક બન્યું હતું. ઠંડીનો પારો સીંગલ ડિઝીટમાં ઉતરી જતાં વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સવારે - ઔરાત્રે ઠેર ઠેર લોકો તાપણા કરીને ટાઢ ઉડાડતા જોવા મળ્યા હતા. બજારમાં સાંજાથી જ લોકોની અવરજવર ઓછી થઈ જાય છે.
ભુજમાં લઘુતમ તાપમાન ઘટીને ૧૫ ડિગ્રીના આંકને સ્પર્શી ગયું હતું. ઉતર-પૂર્વ દિશાએાથી પ્રતિ કલાક સરેરાશ આઠ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફુંકાતા ઠંડીની સવિશેષ અસર વર્તાઈ હતી. સવારે શાળાએ જતાં બાળકોની ઠંડીની ચમકના લીધે હાલત દયનીય બની છે. કંડલામાં ૧૭.૯ ડિગ્રી સે. નોંધાયું હતું.