શેરડીમાં કપાસના સોદા મુદે ખેડૂત અને શિરવાના શખ્સો વચ્ચે મારામારી : દોડધામ વખતે પડી જતાં વૃધ્ધનું મોત!
- અમુક લોકોએ પોતાની માલિકીની દુકાનો ભાડે આપી દીધી અને દબાણવાળી જગ્યામાં વેપાર ધંધા ચાલુ કરી નાખ્યા
- મોતનું કારણ જાણવા વૃધ્ધના દેહને પેનલ પીએમ માટે જામનગર એફએસએલમાં મોકલાવાયો
ભુજ, શુક્રવાર
માંડવી તાલુકાના દરશડી ગામે ગુરૃવારે રાત્રે કપાસની ખરીદીમાં વજન બાબતે વેમ શક રાખી ખેડૂત અને શિરવા ગામના શખ્સો વચ્ચે મારા મારી ઝપાઝપીનો બનાવ બન્યો હતો. જેમાં ભાગદોડ દરમિયાન પડી જતાં શિરવાના વૃધૃધનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે હતભાગી વૃધૃધના મોત પાછળનું કારણ જાણવા દેહને પેનલ પીએમ માટે જામનગર એફએસએલમાં મોકલી આપ્યો છે. બનાવને લઇ ભારે સનસનાટી મચી જવા પામી છે.
આ અંગે ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે, દરશડી ગામમાં કપાસની ખરીદી માટે શિરવા ગામના વેપારીઓ મજુરોને લઈને આવ્યા હતા. જેમાં કપાસના વજન બાબતે બન્ને વચ્ચે તકરાર થઇ હતી. બાદમાં સમાધાન થઇ ગયું હતું. પરંતુ રાત્રે ફરી કપાસના વજન બાબતે બોલાચાલી બાદ મારા મારી ઝપાઝપી થઇ હતી. જેમા ભાગમ ભાગ થતાં શિરવા ગામના હાસમ ઉમર શીરૃ (ઉ.વ.૬૦) નામનો મજુર ભાગતી વખતે પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. સૃથાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે કપાસની ખરીદીમાં વજન બાબતે તકરાર થયા બાદ સમાધાન થઇ ગયું હતું બાદ રાત્રે ખેડૂતો અને વેપારીઓ ખારીભાતનો પ્રોગ્રામ કર્યો હતો. જેમાં ફરી કપાસના વજન મુદે તકરાર બાદ મારા મારી થઇ ગઇ હતી. જેમાં બન્ને પક્ષના લોકો વચ્ચે ઝપાઝપી અને ભાગદોડ મચી હતી. જેમાં હતભાગી મજુર ભાગવા જતાં પડી ગયો હતો. જેને કારણે તેનું મોત થયું હતું. હોસ્પિટલે લઇ જવાતાં હતભાગીના શરીરે કોઇ ઘાના નિશાન ન હોવાથી તબીબે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું તારણ આપ્યું હતું.
જો કે, ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ શિરવાના વૃધૃધના મોત પાછળનું સચોટ કારણ જાણવા દેહને જામનગર એફએસએલમાં મોકલી આપ્યો છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું કારણ બહાર આવશે. સૃથાનિક લોકોમાં મારા મારીની ઘટનાથી મજુરનું મોત થયું હોવાની ચાર્ચાએ ભારે મચાવી દીધી છે. પોલીસ આ અંગે વાધુ તપાસ ચલાવી રહી છે.