Get The App

દબાણ હટાવવાના મુદ્દે ભુજ પાલિકાના નગરસેવક- ચીફ ઓફિસર વચ્ચે ડખ્ખો

- સત્તા પક્ષના નગરસેવકોએ સાંજથી રાત સુધી પાલિકા કચેરીએ ડેરા-તંબુ તાણ્યાં

- ગેટ બંધ કરાતાં પાલિકાની બહાર નગરસેવકો ખુરશી ઢાળીને બેસી કહ્યું- ચીફ ઓફિસરને ઘરે જવા નહીં દઈએઃ

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
દબાણ હટાવવાના મુદ્દે ભુજ પાલિકાના નગરસેવક- ચીફ ઓફિસર વચ્ચે ડખ્ખો 1 - image

- દબાણહટાવ ટીમો પાછી ફરી હોવાથી રાત ઢળતાં સહુ 'ચૂપચાપ' ઘરભેગાં

ભુજ, બુધવાર

મંગળવારત તહેવારોના સમયગાળામાં દબાણો હટાવવાના નામે નાના વેપારીઓને ટાર્ગેટ કરીને કામગીરી કરાતી હોવાની રાવ સાથે નગરસેવકે રજૂઆત કરી હતી. જેને લઇ નગરસેવક અને ચીફ ઓફિસર વચ્ચે બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો બિચકે તે પહેલા પોલીસ ઘટના સૃથળે આવી ગઈ હતી. જ્યારે સત્તાપક્ષના નગરસેવકો ધરણા ઉપર બેસી ગયા હતા.

જિલ્લા કલેક્ટર કચેરીથી તાલુકા પંચાયત જવાના રસ્તા ઉપર ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરતાં નાના વેપારીઓને નહીં હટાવવાની રજૂઆત નગરસેવક કરી રહ્યાં હતાં. નગરસેવકે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસેના ફૂટપાથ ઉપર બેસી ધંધો કરતાં પાથરણાવાળા કપડાના વેપારીને ન હટાવો તો પછી દિવડા અને દિવાળી સુશોભન વેચતા આ વેપારીઓને પણ ન હટાવવા જોઈએ. આખા શહેરમાં દબાણ હટાવ મુદ્દે એક જ નીતિાથી કામગીરી થવી જોઈએ. ચીફ ઓફિસરે આ મુદ્દે સ્પષ્ટ વાત ન કરતાં નગરસેવકે જ્યાં સુાધી પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુાધી ધરણાં જાહેર કર્યા હતા. આ વિવાદ સર્જાયા પછી દબાણહટાવ ટીમો નીકળી જતાં કલેક્ટર કચેરીથી પંચાયત સુાધીના રસ્તે પાથરણાનો ધંધો ચાલુ રહ્યો હતો.

ભુજ નગરપાલિકાના નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને જણાવ્યું  કે, કોઈપણ એક વ્યક્તિને આૃથવા એક માર્ગ પર ટાર્ગેટ કરવાના બદલે સમગ્ર ભુજમાં જ્યાં જ્યાં દબાણો છે તે હટાવવા જોઈએ. તહેવારોની સીઝન દરમિયાન નાના વેપારીઓને હેરાન ન કરવા જોઈએ. આવી રજૂઆત સંભાળ્યા બાદ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સાથે નગર સેવકની બોલાચાલી શરૃ થઈ હતી. જે ઉગ્ર સ્વરૃપમાં બદલાઈ હતી. ત્યારે નગરસેવકે ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે, જ્યાં સુાધી આ અંગે નિર્ણય ના આવે ત્યાં સુાધી અમો આપને બહાર જવા નહીં આપીએ. જે બાદ નગર સેવકને ધક્કો મારી ઓફિસાથી બહાર ધકેલવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ મોડી સાંજે ઘટના સૃથળે દોડી આવી હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જ્યાં સુાધી પોલીસ તેની કાર્યવાહી કરી રહી હતી ત્યાં સુાધી સત્તા પક્ષના નગરસેવકો ચીફ ઓફિસરની ગાડી આગળ ખુરશીઓ પાથરી ધરણાં પર બેસી ગયા હતા. અને નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યાં સુાધી આ અંગે નિર્ણય ન આવે ત્યાં સુાધી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અહીંથી ખસવા દેશું નહીં. સમગ્ર મામલે બન્ને પક્ષ રાત ઢળતાં ચૂપચાપ ઘરભેગાં થયાં હતાં. જો કે, અંદરખાને શું વિવાદ છે? તેવો સવાલ જાણકારોમાં ચર્ચાનું કેન્દ્ર છે.


Google NewsGoogle News