Get The App

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી : ભુજના મીયાવાંકી વનમાં 117 વનસ્પતિઓનું વાવેતર

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી : ભુજના મીયાવાંકી વનમાં 117 વનસ્પતિઓનું વાવેતર 1 - image


ભુજ, રાપર તાલુકા, કુકમામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ઃ પર્યાવરણ બચાવવા વૃક્ષોનું અનેકગણુ મહત્વ સમજાવાયું 

ભુજછ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં સામાજીક સંસ્થાઓ, મંડળો દ્વારા ઉજવણીની સાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શરાફ બજાર, પોલીસ ચાવડી, જ્યુબીલી ગ્રાઉન્ડ, એસ.ટી. બસસ્ટેશન, ભીડ ગેટ સહિતના વિસ્તારોમાં રાહદારીઓને તુલસી રોપા અને કણેલના વૃક્ષો વિતરણ કરાયા હતા. આ તકે ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, પ્રબોધ મુનવર અને પોલીસ સી ટીમના સભ્યો જોડાયા હતા. જ્યારે ભુજના સ્મૃતિવન, ભુજીયા ડુંગર ખાતે વિશ્વના સૌથી મોટા મીયાવાંકી વન આમ જનતા માટે ગાઈડ દિનેશ મચ્છર અને રાજેશ માંકડ દ્વારા નિઃશુલ્ક વનવોક સાથે વૃક્ષોની મહત્વની જાણકારી આપવામાં આવી હતી. આ વન જાપાન ટેકનોલોજીથી બનાવેલો છે. અલગ-અલગ ૧૧૭ જેટલા ઉપયોગી વનસ્પતિ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સ્મૃતિવનમાં ૫૦ ચેકડેમ આવેલા છે. પાણીનો સંગ્રહ કરીને વૃક્ષને પાણી આપવામાં આવે છે. તેની સાથે ભુકંપમાં મૃત્યુ પામેલાઓની સ્મૃતિ ઝોન પણ આવેલો છે. પર્યાવરણ દિવસ નિમિતે ૨૦થી વધુ પ્રકૃતિપ્રેમી જોડાયા હતા. 

રાપર તાલુકાના વાંઢ વિસ્તારમાં પર્યાવરણ માટે સમર્થ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતુ. આ તકે નરેન્દ્ર ચાવડા, સામતભાઈ સહિતનાઓ જોડાયા હતા. 

કુકમા ગ્રામ પંચાયત એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના સીએસઆર વિભાગ અને રીઝનલ અર્બન ડેવલપમેન્ટ એજન્સી રૂડા દ્વારા કુકમા ગામના પુસ્તકાલય પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ રસીલાબેન તેમજ પંચાયતના સભ્યો દ્વારા ૩૦ છોડ વાવવામાં આવ્યા હતા. આ તકે બિરેનભાઈ બ્રહ્મા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી ખાતે નિર્મળ ગુજરાત પખવાડિયા સફાઈ અભિયાન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નગરપાલિકા દ્વારા ૧૫-૬ સુધી સફાઈ અભિયાનના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે કાશીવિશ્વનાથ બીચની સફાઈ, વૃક્ષારોપણ અંતર્ગત રોપાનું વિતરણ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. 



Google NewsGoogle News