Get The App

મુંદરામાં બંધ મકાનના તાળા તોડી રોકડ દાગીના મળી દોઢ લાખની ચોરી

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
મુંદરામાં બંધ મકાનના તાળા તોડી રોકડ દાગીના મળી દોઢ લાખની ચોરી 1 - image


ઘર પરિવાર જામનગર, દ્વારકા ગયો, પાછળ તસ્કરો ચોરીને આપ્યો અંજામ

૫ હજાર રોકડા, ૧.૪૯,૨૬૧ની કિંમતના સોના-ચાંદીના ઘરેણા સહિતનો માલ ઉઠાવી ગયા

ભુજ: મુંદરાના બારોઇ રોડ પર શાંતિનિકેતન કોલોનીમાં બંધ ઘરને નિશાન બનાવીને તસ્કરોએ ખાતર પાડયું હતું મકાનના તાળા તોડીને અંદર લોકરમાંથી રોકડા ૫ હજાર તેમજ રૂપિયા ૧,૪૯,૨૬૧ની કિંમતના સોના ચાંદીના દાગીના અને એક્ટિવાની આરસીબુક સહિતના મુદમાલની ચોરી કરી જતાં મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. 

મુળ પોરબંદરના અને હાલ મુંદારા અદાણી વીલ્માર કંપનીમાં નોકરી કરતા સુરેશાભઇ કાનજીભાઇ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પરિવાર સાથે સબંધીને ત્યાં જામનગર ગયા હતા. અને ત્યાંથી દ્વારકા ફરવા ગયા હતા. તે  દરમિયાન ૭ નવેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે તેમના મુંદરા શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા મકાનમાં કોઇ અજાણ્યા શખ્સોએ તાળા તોડી અંદર લોકરમાં રાખેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૪૯,૨૬૧ તેમજ લેડીઝ પર્સમાંથી રોકડ રૂપિયા ૫ હજાર અને એક્ટિવા ગાડીન આરસીબુક તેમજ બેન્કના લોકરની ચાવી સહિતના મુદમાલની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ તસ્કરોનો શુરાગ મેળવા તપાસ તેજ કરી છે. 

લોકરમાંથી તસ્કરો શું ચોરી ગયા 

સોનાનું મંગળસૂત્ર કિંમત ૧૮,હજાર, સોનાનું બ્રેસ લેટ કિંમત ૩૦,૭૫૪, સોનાની ચેઇન કિંમત ૭૧,૫૧૧, સોનાની વીંટી નંગ બે કિંમત રૂપિયા ૧૬,૫૯૦ અને ૫ હજારના ચાંદીના ૬ સિક્કા, ૧ હજારનો ચાંદીનો જુડો, ત્રણ ઝાંઝરાની જોડ કિંમત રૂપિયા ૬,૪૦૬, તેમજ પર્સમાં રાખેલા ૫ હજાર મળીને રૂપિયા ૧,૫૪,૨૬૧નો મુદામાલ ચોરી ગયા હતા.


Google NewsGoogle News