Get The App

ઓગસ્ટ માસમાં દિવેલાની વાવણી કરવાથી પાકને ઈયળના ઉપદ્રવથી બચાવી શકાય

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News
ઓગસ્ટ માસમાં દિવેલાની વાવણી કરવાથી પાકને ઈયળના ઉપદ્રવથી બચાવી શકાય 1 - image

ભુજ, બુધવાર

દિવેલા પાકમાં ઘોડીયા ઈયળ (સેમી લૂપર) નો ઉપદ્રવ જણાય ખેડૂતોને કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ જેાથી કરીને દિવેલા પાકને ઈયળના ઉપદ્રવાથી બચાવી શકાય. તે અંગે જિલ્લા ખેતીવાડી અિધકારી દ્વારા જરૃરી ઉપાયો સુચવાયા છે. 

સામાન્ય રીતે દીવેલાની વાવણી જુલાઈ  થી ઓગષ્ટ મધ્ય સુાધીમાં કરવી. ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ઘોડિયા ઈયળ તાથા ડોડવા કોરી  ખાનાર ઈયળોના ઉ૫દ્રવાથી બચાવી શકાય છે. બિન પિયત દીવેલાની વાવણી ચોમાસામા વાવણી લાયક વરસાદ થયે તુરત જ કરી દેવી. મોડી  વાવણી કરવાથી ઉત્પાદન  ઘટે  છે. મોડી  વાવણી (ઓકટોબર) માટે જીસીએચ-૫ જાતની પસંદગી કરવી. પિયત વિસ્તાર માટે ૧૫ જુલાઈાથી ૧૫ ઓગષ્ટ સુાધીમાં વાવણી કરવામાં આવે તો ૫ણ ઉત્પાદનમાં આાથક  તફાવત ૫ડતો નાથી અને પાકને ઘોડિયા ઈયળનાં નુકશાનાથી બચાવી શકાય છે.

ઓળખ : - ફૂંદી મજબૂત બાધાની રાખોડી રંગની હોય છે. જેની અગ્ર પાંખ બદામી રંગની અને પાછળની પાંખ ગેરી રંગની હોય છે જેમાં સફેદ ટપકા હોય છે. ઈયળ રાખોડી કે બદામી રંગની ઘોડીયા ઈયળ છે જે ચાલે ત્યારે ઉદર પ્રદેશનો વચ્ચેનો ભાગ ઉંચો થાય છે.  

 નુકસાન : નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બાધો જ લીલો ભાગ ખાઈને ઝાંખરા જેવો બનાવી દે છે. વાધુ ઉપદ્રવમા માળ અને ડોડવા પણ કોરી ખાય છે.

નિયંત્રણ  : ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવા. ખેતરમાં ફૂદીંઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામા ભમરીઓ દર અઠવાડીએ એક લાખ પ્રમાણે હેક્ટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે. બેસીલસ થુરેન્જીએન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે જરૃરી પાણીના જથૃથામા ઉમેરી બીજી કે ત્રીજી અવસૃથાની ઘોડીયા ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો. દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વાધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓાથી તેનું ભક્ષણ થતું હોય છે. આમા આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલીખેડા પ્રતિ હેક્ટરે ગોઠવવા. દિવેલાના પાકમા ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ ૪ થી 

વાધુ હોય તો તેના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦મિ.લિ. આૃથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. આૃથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. આૃથવા ડેલ્ટામેાથ્રીન ૨.૮ ઈસી ૫ મિ.લિ. આૃથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩.૦ મી.લી.આૃથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫.૦ મી.લી. આૃથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨.૦ મી.લી. આૃથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબ્લ્યુ.જી. ૪.૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને વરાફરતી છંટકાવ કરવો એમ જીલ્લા ખેતીવાડી અિધકાર, જીલ્લા પંચાયત કચ્છ - ભુજ ડી.મેણાતે જણાવ્યુ હતુ.


Google NewsGoogle News