Get The App

સોનુ-ચાંદી ખરીદી કચ્છીઓએ ગુરૃ પુષ્ય નક્ષત્રનું શુકન સાચવ્યું

- લગ્નસરાની ખરીદી પણ કરી

- મહિલાઓમાં ઓછા કેરેટ અને લાઈટ વેઈટ આભૂષણોની માંગ

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
સોનુ-ચાંદી ખરીદી કચ્છીઓએ ગુરૃ પુષ્ય નક્ષત્રનું શુકન સાચવ્યું 1 - image

ભુજ, ગુરૃવાર

હિન્દુ ધર્મ પ્રમાણે ગુરૃ પુષ્ય નક્ષત્રમાં સોના અને ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આજરોજ આ શુભ નક્ષત્રની સાથે ચંદ્રમાં બુાધ અને શનિ પોતાની રાશિમાં રહેશે. ઉપરાંત સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ હોવાથી વિશેષ દિવસ બની ગયો છે. આ ગૃહ-યોગમાં કરવામાં આવેલુું રોકાણ અને ખરીદદારી ઓછા ખર્ચમાં વાધારે ફાયદો આપનાર હોવાનું જ્યોતિષ વિદે જણાવે છે. સોની બજારમાં દુકાનો ખુલતાની સાથે જિલ્લા માથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં લોકો સોના-ચાંદીના ઘરેણા સહિત અન્ય વસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. 

આ અંગે સૃથાનિક વેપારીઓના કહેવા મુજબ કોરોના બાદ પહેલીવાર લોકો ખરીદી કરી રહ્યા છે. સવારાથી રાત સુાધી બજારમાં ઘરાકી જોવા મળી હતી.

આજે શુકન સાચવવામાં મહિલાઓના ઘરેણા વધુ વેચાઈ રહ્યા છે. મહિલા વર્ગ ઓછા કેરેટની અને લાઈટવેઈટ, રોઝ ગોલ્ડ જવેલરી પર પ્રાથમ પસંદગી કરે છે એવું અમિતભાઈ સોનીએ જણાવ્યુ હતંુ. ઉપરાંત સોનાની લગડી અને સિક્કાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. દિવાળી બાદ લગ્નની સીઝન હોવાથી શુભ નક્ષત્રમાં લગ્નસરા માટેની ખરીદી પણ થઈ રહી છે. અમુક જવેલર્સના વેપારીઓ દ્વારા ગુરૃ પુષ્ય નક્ષત્રને ધ્યાને લઈને સ્પેશીયલ ઓફર રાખવામાં આવી છે.


Google NewsGoogle News