Get The App

અંજાર બસ સ્ટેશનમાં બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘુસી, ૨ પ્રવાસીઓને ઈજા

- બેદરકારી પૂર્વક બસ ચલાવવા વિરુદ્ધ કાર્યવાહી થશે

Updated: Jun 24th, 2023


Google NewsGoogle News
અંજાર બસ સ્ટેશનમાં બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘુસી, ૨ પ્રવાસીઓને ઈજા 1 - image

ગાંધીધામ, તા. ૨૩ 

અંજાર બસ માથકમાં બસ પ્લેટફોર્મમાં થોભવાની જગ્યાએ બેદરકારી પૂર્વક બસ ચલાવી પ્લેટફોર્મ તોડી બસ અંદર ઘૂસાડી દેતા બસ માથકમાં બેઠેલા ૨ પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી. જે બનાવ બાદ બેદરકારી પૂર્વ બસ ચલાવવાના કિસ્સામાં બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

આ અંગે મળતી માહિતી મુજબ આ બનાવ શુક્રવારે બપોરે ૧ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં અંજાર-ભીમાસર-ભચાઉ અને અંજાર-ભચાઉ-ધ્રોબાણા વચ્ચે ચાલતી લોકલ બોર્ડની એસ.ટી. બસ પ્લેટફોર્મ નંબર ૧ પર ઉભી રાખવાની જગ્યાએ ચાલક રાજદીપ શર્માએ બ્રેકની જગ્યાએ લીવર આપી દેતા બસ પ્લેટફોર્મ પર ઉભવાની જગ્યાએ પથૃથરો તોડી પીલ્લર સાથે આૃથડાઈ હતી. જે બનાવમાં બસ માથકે ઉભેલા ૨ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પણ થઇ હતી. બસ જોરદાર અવાજ સાથે પીલ્લર સાથે આૃથડાતા મોટી સંખ્યામાં ઉભેલા મુસાફરોમાં દોડભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. આ અંગે અંજાર બસ માથકના ડેપો મેનેજર એચ.આર. સામરાએ બેદરકારી પૂર્વક બસ ચલાવનાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ બનાવ બાદ બસના કાચ બસ માથકમાં વિખેરાઈ ગયા હતા. 


Google NewsGoogle News