Get The App

ભચાઉના ચોબારીમાં પ્રેમ પ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ભચાઉના ચોબારીમાં પ્રેમ પ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા 1 - image


ધારદાર હથિયારના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી દેવાયું, આરોપી હાથવેતમાં 

ગાંધીધામ : ભચાઉ તાલુકાના ચોબારી ગામે પ્રેમ સબંધ મામલે થયેલી તકરાર બાદ એક યુવકે અન્ય યુવકને ધારદાર હથિયારના ઘા મારી રહેંસી નાખ્યો હોવાની ઘટના બની હતી. હત્યાના પગલે સમગ્ર વાગડ વિસ્તારમાં ચકચાર પ્રસરી ગઈ હતી.

આ અંગે ભચાઉ પોલીસના સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભચાઉ તાલુકાના ચોબારી ગામે આવેલા મહાદેવ મંદિર નજીક રણછોડ અમરા ઢીલાના રહેણાંક મકાનના પ્રાંગણ માંથી ૨૧ વર્ષીય વિષ્ણુ મણવર (આહીર)નો મૃતદેહ પરોઢે ૫ ાંચ વાગ્યે લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતક વિષ્ણુને તેના મોટાભાઈ ભચાઉ સરકારી દવાખાને લઈ ગયા હતા, ફરજ પરના તબીબે વિષ્ણુને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ હત્યા અંગે વિધિવત ફરિયાદ દાખલ થશે. હાલ ઘડી પ્રેમ પ્રકરણ બાબતે હત્યા કરાઈ હોવાનું જણાઈ આવ્યું છે. આરોપી તરીકે વિપુલ ઢીલાનું નામ સામે આવ્યું છે. ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ આરોપી હાથવેતમાં જ છે હાલે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં જ છે. હાલે પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.


Google NewsGoogle News